વાહ.. અનંત અને રાધિકા વચ્ચે પ્રેમ તો જુઓ, ક્રૂઝ પાર્ટીમાં કપલએ કરાવ્યું આકર્ષક અંદાજમાં ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના લગ્ન પહેલા ક્રુઝમાં ભવ્ય અને શાનદાર પાર્ટી યોજવામાં આવી હતી જે ઈટલી થી ફ્રાન્સ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રિ વેડિંગ ફંક્શન માટે અનંત અને રાધિકાએ પોતાના અનોખા લુક સાથે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી જેને જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. આ સાથે સાથે તેમના આઉટ ફીટ પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ક્રુઝ સેલિબ્રેશનના પ્રથમ દિવસ માટે રાધિકાએ રોબર્ટ વુન દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ ગાઉન પસંદ કર્યો હતો. આ ગાઉન કોઈ સામાન્ય નહીં પરંતુ ગાઉનમાં અનંતે લખેલો પ્રેમપત્ર હતો. અંબાણી પરિવારના વરરાજા અનંતે કાળા રંગનો ટક્સીડો પહેર્યો હતો.આ બાદ ઇવેન્ટ બેકસ્ટ્રીટ બોય કોન્સર્ટ થી ધૂમ મચી ગઇ હતી.
આ ક્રુઝ પાર્ટીના બીજા દિવસની પણ શાનદાર શરૂઆત કરવામાં આવી હતી.બીજા દિવસે અંબાણી પરિવાર દ્વારા અનંત અને રાધિકાના કોલેજના વર્ષોની યાદમાં ટોગા પાર્ટીનું આયોજન કર્યું હતું.
ઇવેન્ટ માટે રાધિકાએ ન્યૂ યોર્ક સ્થિત ડિઝાઇનર, ગ્રેસ લિંગ પાસેથી કસ્ટમ-ડિઝાઇન કરેલ ટોગા ડ્રેસ પસંદ કર્યો હતો.વોગ દ્વારા શેર કરાયેલ ક્રૂઝના ત્રીજા દિવસ માટે રાધિકાએ કોટ વાદળી શેડ્સ સાથેનો કસ્ટમ વર્સાચે ડ્રેસ પસંદ કર્યો હતો.
જે ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. અનંત અને રાધિકાએ આ પાટી દરમિયાન પોતાનો પ્રેમ લોકો સમક્ષ કર્યો હતો.જે સોશિયલ મીડિયા માં તસવીરો ખૂબ જ વાઇરલ થઈ રહી છે.