રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં પ્રેમાનંદજી મહારાજે આવવાની ના પાડી કારણ જાણીને તમે પણ ચોકી જશો

તમામ ભારતવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય અને શાનદાર રીતે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં માત્ર ભારત દેશના જ નહીં પરંતુ દરેક વિશ્વના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ અનોખા મહોત્સવમાં હાજર રહ્યા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ સંસ્કારોના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. તેની સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રાજનેતા ક્રિકેટરો બોલિવૂડ હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ તથા અન્ય ઉદ્યોગકારો બિઝનેસમેનને પણ આ મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકો 22 જાન્યુઆરી 2024 ના રોજ હાજર રહ્યા હતા.

તેમનું અયોધ્યા એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કડક સુરક્ષા બંધોબસ્તનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય આમ મહોત્સવમાં રણવીર કપૂર આલિયા ભટ્ટ જેકી શ્રોફ કેટરીના કેફ વિકી કૌશલ રજનીકાંત સચિન તેંડુલકર અંબાણી પરિવાર અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. તેની સાથે સાથે રતન ટાટા જેવા મહાન ઉદ્યોગકારો પણ આ મહોત્સવમાં જોવા મળ્યા હતા તેની સાથે સાથે દેશના અનેક મંદિરોના સાધુ સંતો મહંતો પણ આ મૂર્તિ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા.

જેમણે ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા ભારતીય સંસ્કૃતિના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. પરંતુ વૃંદાવનમાં બિરાજમાન તથા અનેક યુવાનોને અને વ્યક્તિઓના જીવન બદલનાર પ્રેમાનંદજી મહારાજને પૂછવામાં આવ્યું કે તમે અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશો કે નહીં ત્યારે તેને જે જવાબ આપ્યો તે જાણીને તમને પણ નવાઈ લાગશે તેમણે હસતા ની સાથે કીધું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ બિરાજમાન થઈ રહ્યા છે પરંતુ હું ખૂબ જ દુર્ભાગ્ય છું કારણકે મારી કિડનીની બીમારીને કારણે હું અયોધ્યા પહોંચી શકતો નથી પરંતુ જે વ્યક્તિ અયોધ્યા પહોંચે છે તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું ભગવાન શ્રીરામના આશીર્વાદ આપણા સૌ પર બની રહે તે હું વૃંદાવનમાં રહીને પ્રાર્થના કરું છું કૃષ્ણ કે રામ કોઈ અલગ નથી પરંતુ કૃષ્ણ એજ રામ છે અને રામ એ જ કૃષ્ણ છે.

તેથી મારા માટે તો તમામ જગ્યા વસ્તુ પ્રદાશ પર રામ રામ અને રામ જ છે આવું પ્રેમાનંદજીએ કહ્યું હતું. હું આ અયોધ્યામાં થનાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખૂબ જ ઉત્સાહિત છું આ ઉત્સવ ને હું મારા જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું. ભગવાન શ્રીરામ લાંબા વર્ષના સંઘર્ષો બાદ અયોધ્યા ખાતે બિરાજમાન થવા જઈ રહ્યા છે તેથી હું અહીં રહીને જ ભગવાન શ્રીરામના દર્શન કરું છું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *