|

ચોમાસા પહેલા કાળજાળ ગરમી માટે તૈયાર રહેજો!! 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન ગુજરાતના અનેક વિસ્તારોમાં રહી શકે છે જાણો કયા શહેરોનો થાય છે સમાવેશ હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાથી સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આ સાથે તમામ ગુજરાતવાસીઓને કાળજાળ ગરમીમાંથી છુટકારો મળ્યો હતો પરંતુ હવામાન વિભાગે હાલમાં ચોકાવનારી આગાહી વ્યક્ત કરી છે જેને કારણે સમગ્ર ગુજરાતવાસીઓ ભારે ચિંતામાં મુકાયા છે. આવનારી 12 થી 16 મે દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાએ કાળજાળ ગરમી વચ્ચે ભારે પવન અને વંટોળના દ્રશ્યો સર્જાઈ શકે છે.

આગામી 24 કલાકમાં ગુજરાતના નાના મોટા શહેરોમાં છૂટાછવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે કારણકે વાતાવરણમાં અચાનક પલટો આવવા બાદ સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેવા સમયમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી શકે છે. અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં છૂટાછવાયા છાંટાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પરંતુ વાતાવરણમાં અચાનક પડતો આવવાને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગયા બાદ હવે ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ આ તમામ શહેરોમાં ગરમીનું તાપમાન 45 ડિગ્રી કરતાં પણ વધવાની શક્યતા છે જેને કારણે સમગ્ર ગુજરાતના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની શકે છે.

સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ કચ્છ દાહોદ જેવા જિલ્લાઓમાં હીટ વેવ ની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તેની સામે ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાન વધવાની પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે છેલ્લા બે દિવસોમાં 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન અનેક શહેરોમાં નોંધાયા હતા. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *