અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મુગટ ની કિંમત જાણીને તમે પણ ચોકી જશો સુરતના ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવ્યો આ અનોખો મુગટ
હાલમાં માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અયોધ્યા રામ મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં લોકોએ પોતાનું સમર્પણ અર્પણ કર્યું છે. રામ મંદિર એ માત્ર મંદિર જ નહીં પરંતુ તમામ ભારતવાસીઓની આસથા શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે. આ મંદિરથી રાષ્ટ્ર નિર્માણની ભાવનાને જાગૃત કરી શકીએ છીએ. તેમાં પણ સુરતના ઉદ્યોગપતિઓએ અયોધ્યા રામ મંદિર માટે પોતાનું દાન સમર્પણ કર્યું હતું. જેને લઈને તે એક ચર્ચાનો વિષય બની ગયો હતો . તેમાં પણ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ માટે સોના અને આભૂષણોથી સજ્જિત મુંગટ અર્પણ કર્યો હતો. આ મુગટ લોકોની વચ્ચે એક આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય બની ગયો હતો.


આ મુગટની વિશેષતા ની વાત કરીએ તો કુલ છ કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનુ વપરાયું છે. આ ઉપરાંત મોટી સાઈઝના હીરા માણેક મોતી તથા અન્ય મોંઘા રત્નો આ મુગટ બનાવવામાં ઉપયોગમાં લેવાયા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ અયોધ્યા રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને આ મુંગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુગટ ભગવાન શ્રીરામ માટે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી કાર્યકારી અધ્યક્ષ આ લોકજી મહામંત્રી મિલનજી દિનેશ નાવડીયા તથા અન્ય ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં આ મોંઘેરા મુગટને અયોધ્યા રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુગટના તમામ ઉદ્યોગપતિ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સુરતના તમામ ઉદ્યોગપતિ તથા દાનવીર નો આભાર વ્યક્ત કર્યો હતો.

સાથે સાથે કહ્યું હતું કે આ તમામ સમર્પણ ને ભારત દેશ ક્યારેય ભૂલી નહીં શકે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયા એ ગ્રીન ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને કંઈક ભેટ આપવાનું નક્કી કર્યું હતું ત્યારે તેમણે ભગવાન શ્રીરામ માટે સોના તથા અન્ય મોંઘા આભૂષણોથી મુંગટ બનાવ્યો હતો અને તે 22 જાન્યુઆરી 2024 ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને તમામ લોકોને હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

આ સાથે સાથે સુરતના ઉદ્યોગપતિ તથા હીરા કિંગ તરીકે ઓળખાતા ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ જેટલી રકમનું યોગદાન અયોધ્યા રામ મંદિર માટે આપ્યું હતું. તેથી જ અયોધ્યા રામ મંદિર સમિતિના સભ્યો તમામ સુરતના સભ્યો અને ઉદ્યોગપતિઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સુરત પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની અસીમ કૃપા છે જેને કારણે આવા દાનવીરો ધર્મ સંસ્કૃતિના કામ માટે આગળ આવે છે તે માટે અમે આભારીએ છીએ અને અમને તમામ સુરતવાસીઓ પર ખૂબ ખૂબ ગર્વ છે જે દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ બની ત્યારથી જ દિનેશભાઈએ બે કર્મચારીઓને અયોધ્યા વિમાન મારફતે મૂર્તિનું માપ લેવા માટે મોકલ્યા હતા. જેથી કરીને યોગ્ય માપમાં મુગટ બનાવી શકાય અને તે માપના આધારે હીરા જડિત મુંગટ ભગવાન શ્રીરામ માટે બનાવવામાં આવ્યો હતો સૌ લોકોએ આ મુગટના ખૂબ જ વખાણ કર્યા હતા.
