કાશી ની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીચી કદની મહિલાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. પરંતુ આ મહિલા વિશે જાણી તમે પણ ચોકી જશો
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે જ્યારે વ્યક્તિ સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે ત્યારે તેનું રૂપ કદ માન્ય રહેતું નથી દુનિયા માત્ર તેમની સફળતા જ જુએ છે. આવી જ એક સફળ નિડર અને આત્મવિશ્વાસુ મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને પોતાની સફળતાથી આજે સમગ્ર ભારતમાં પોતાની એક અલગ નામના ઊભી કરી છે આ મહિલાએ પોતાના જીવનમાં એટલી સફળતા પ્રાપ્ત કરી છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ચરણસ્પર્શ કર્યા હતા.
ભારતના વડાપ્રધાન શ્રી મોદીએ કાશીની મુલાકાત લીધી હતી જ્યાં ભવ્ય સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન શ્રી ની ઝલક જોવા માટે તમામ કાશીના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. નરેન્દ્ર મોદી આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોની વચ્ચે લોકપ્રિય બની ગયા છે. પરંતુ કાશીના પ્રવાસ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જેમાં આપ જોઈ શકો છો કે એક વામન કદની મહિલાના વડાપ્રધાન શ્રી એ ચરણસ્પર્શ કર્યા હતા. લોકો આ દ્રશ્ય જોતાની સાથે જ વિચારમાં પડી ગયા હતા.
આ અનોખો દ્રશ્ય જોઈ લોકોને વિચાર આવ્યો કે ભારતના વડાપ્રધાન આ મહિલાના કેમ ચરણસ્પર્શ કર્યા હશે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય નહીં પરંતુ આઈ એ એસ ઓફિસર આરતી ડોંગરા છે. જેણે પોતાની તમામ ખામીઓને નકારી પોતાના આત્મવિશ્વાસ અને સંઘર્ષોથી સફળતાનો શિખર પ્રાપ્ત કર્યો છે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સ્ત્રીઓનું ખૂબ સન્માન અને માન આપે છે આજ કારણથી તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરે છે.
આ મહિલા માત્ર ઓફિસર નહી પરંતુ કાશીના અનેક ક્ષેત્રોની જવાબદારી સંભાળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરતો વિડિયો જોઈ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા મહિલા સાથે સાથે લોકોએ વડાપ્રધાન શ્રી ના પણ મન ભરીને વખાણ કર્યા હતા.
આ મહિલા 10 પાસ છે પરંતુ અમુક કારણોથી તેના હાડકાનો વિકાસ ન થયો હોવાથી તેનું કદ વધ્યું નહીં પરંતુ તેને ક્યારેય પોતાના જીવનમાં હાર માની અને તે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ નિભાવે છે. આ સાથે સાથે તે દિવ્યાંગ બાળકોની શિબિર પણ ચલાવે છે.
જેમાં અનેક દિવ્યાંગ બાળકો પોતાના જીવનનો વિકાસ કરતા હોય છે. આ સાથે મહિલાને ડાન્સનો ખૂબ શોખ હોવાથી તે તમામ લોકોને ડાન્સ પણ શીખવે છે. એક મહિલા તરીકે પોતાની ઓળખ ઉભી કરવી ખૂબ સારી વાત છે આજ કારણથી નરેન્દ્ર મોદી એ એમને ચરણસ્પર્શ કર્યા હતા. આ સાથે મહિલાએ વડાપ્રધાન શ્રી નો આભાર વ્યક્ત કરવા માટે તેમના પણ ચરણસ્પર્શ કર્યા હતા. હાલમાં તો આ વિડીયો દરેક લોકોના દિલ જીતી રહ્યો છે.