બોલીવુડના ફેવરિટ કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ અનંત રાધિકાના લગ્ન માટે ભારત પહોંચ્યા લક્ઝરીયસ કારમાં કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો

અનંત રાધિકાના લગ્ન માટે એમના ફંકશન ઓની શરૂઆત ત્રણ જુલાઈના રોજથી જ શરૂ થઈ ગઈ હતી અને ત્યારથી બોલીવુડ હોલીવુડના તમામ સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા પરંતુ હજુ સુધી ઘણા સેલિબ્રિટીઓ ની ઝલક જોવા મળી નથી. આ માહોલ વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબસૂરત કપલ પ્રિયંકા ચોપડા અને નીકજોન્સ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ ખાતે પહોંચ્યા હતા. જ્યારે આ કપલ મુંબઈ એરપોર્ટ પહોંચ્યુંત્યારે મુંબઈમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. તેમ છતાં પણ કેમેરામેનને પોઝ આપ્યા હતા. પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ ની ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં તેમના ચાહકો મુંબઈ એરપોર્ટ ખાતે ભેગા થયા હતા.

આ કપલ સ્માઈલી અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. પરંતુ આ વચ્ચે પ્રિયંકા ચોપરાએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા કારણ કે ચાહકોની સામે તેણે બંને હાથ જોડી નમસ્તે કહી તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ હજુ સુધી પોતાના સંસ્કાર અને સંસ્કૃતિના ક્યારેય ભૂલી નથી. આ કારણથી તેના ખૂબ મોટી સંખ્યામાં એમના ચાહકો રહેલા છે જે તેમને કોઈ પણ પ્રસંગ ફિલ્મ અને તમામ જગ્યાએ સપોર્ટ કરતાં જોવા મળે છે હાલમાં આ કપલ અનંત અને રાધિકાના લગ્ન માટે હાજરી આપવા પહોંચ્યું હતું.

12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે અને આ લગ્નના માહોલ વચ્ચે પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.માત્ર એટલું જ નહીં પરંતુ અનેક બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પહેલા પણ આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્નમાં અનેક સેલિબ્રિટીનો મેળાવડો પરિવારના ઘર આંગણે જોવા મળ્યો હતો. હાલમાં તો આ કપલે મુંબઈ એરપોર્ટ પર ધમાકેદાર એન્ટ્રી મારી હતી ત્યારબાદ પોતાની ગાડીમાં બેસી હોટલ જવા રવાના થયા હતા.

પ્રિયંકા ચોપડાના ફિલ્મ ક્ષેત્રની વાત કરીએ તો તેમની અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે તેમની ફિલ્મોના પરફોર્મન્સ ને કારણે અને એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે. પ્રિયંકા ચોપરાએ પોતાની નાની ઉંમરના નીક જોન્સ સાથે લગ્ન કર્યા હતા. ચાહકો પ્રિયંકા ચોપડાની આગળની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી રહ્યા છે પરંતુ હાલમાં તો પ્રિયંકા અને તેમના પતિ નીક જોન્સ એ અંબાણી પરિવારના આ પ્રસંગમાં હાજરી આપી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *