પંજાબી સિંગર બી પ્રાંકે પ્રથમવાર ગાયું ગુજરાતી સોંગ, સમગ્ર વિશ્વમાં ગુજરાતી નું વધાર્યું ગર્વ એક વાર સાંભળો આ સોંગ ની ઝલક
આપ સૌ લોકો બોલીવુડ સિંગર બી પ્રેંકને ઓળખતા જ હશો. આ સિંગરે પોતાના ગીત થી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. આ સાથે સાથે હંમેશા પોતાની સંસ્કૃતિને સંસ્કારો સાથે જોડાયેલા રહે છે તેઓ ઘણીવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે આ સાથે સાથે તે અનેકવાર વૃંદાવન પણ જોવા મળ્યા છે કારણ કે વૃંદાવન સ્થળનું સ્થાન તેમના હૃદયમાં વિશિષ્ટ છે.
આ વચ્ચે ફરીવાર બી પ્રાંકે દરેક ગુજરાતીના દિલ જીતી લીધા છે. હાલમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સમંદરમાં બી પ્રાંકે પોતાનું ગુજરાતી ગીત ગાયું છે. આ ગીત દરેક ગુજરાતીઓને ખૂબ જ પસંદ આવ્યું છે.અને બી પ્રાંતની કારકિર્દીમાં પ્રથમ ગુજરાતી સોંગ છે જે ખૂબ લોકપ્રિયતા પામ્યું છે. આ ગીત સાંભળતા તમને લાગશે નહીં કે આ કોઈ પંજાબી અને હિન્દી સિંગરે ગાયું હશે પરંતુ તું મારો દરિયો અને કાંઠો તું ખૂબ જ સુંદર રીતે ગીત ની લાઈન દરેક લોકોના દિલમાં વસી જાય તેવી રીતે ગાઈ છે.
બી પ્રાંક નું રીયલ નામ પ્રતીક બચ્ચન છે પરંતુ તે હિન્દી અને પંજાબી સોન્ગ સાથે જોડાયેલા હોવાથી તમામ લોકોએ તેને બી પ્રાંક્ નામ આપ્યું હતું. તેણે સંગીત નિર્માતાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેણે અનેક સુપરહિટ ગીતો ગાય દરેક લોકોના દિલમાં વિશિષ્ટ જગ્યા મેળવી લીધી હતી. આ બાદ તેને અક્ષય કુમારની ફિલ્મ કેસરી માં તેરી મિટ્ટી ગીત ખૂબ જ સુપરહિટ થયું હતું આ ગીત બાદ તેને એક અલગ ઓળખ અને નામના મળી હતી.આ પછી ફિલ્મ ગુડ ન્યુઝ માં પણ તેણે ગીત ગાયું હતું આ બાદ તેણે 2019 માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
બી પ્રાંત નો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેના પિતા વરીન્દર બચન પણ એક પ્રખ્યાત સિંગર હતા તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લઇ પોતે સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા આજે તેઓ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું સંગીત ફેલાવી રહ્યા છે. આજે તેઓ માત્ર પંજાબી અને હિન્દી ગીત નહી પરંતુ ગુજરાતી ગીત ગાયને દરેક ગુજરાતી ના દિલ જીતી લીધા છે.
પ્રાંકે ગાયેલા ગુજરાતી ગીતની ફિલ્મ સમંદર પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની ચૂકી છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે આ ફિલ્મના તમામ પાત્રો એ લોકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં બે પ્રાંક નો અવાજ આવવાથી ફિલ્મને વિશિષ્ટ પસંદગી મળી હતી.