યુરોપના જર્મની દેશ માં આવેલી છે પ્યોર ગુજરાતી ઢોસા કિંગ વેજ રેસ્ટોરન્ટ, ભુરીયાઓ પણ થઈ ગયા સ્વાદના દિવાના જાણો શું છે રેસ્ટોરન્ટની વિશેષતા…
આજના સમયમાં વિદેશમાં પણ લોકો પોતાની રેસ્ટોરન્ટ અને હોટેલ શરૂ કરી વિદેશની ધરતીમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઊભી કરતા હોય છે. ઘણી વિદેશમાં આવેલી રેસ્ટોરન્ટની વાનગી નો સ્વાદ ભારત ની વાનગી કરતાં પણ વિશેષ હોય છે આવી અનેક હોટલ અને રેસ્ટોરન્ટ વિદેશમાં આવેલી છે.
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુરોપના જર્મની દેશના બર્લિન શહેરમાં આવેલી ઢોસા કિંગ રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટના ફાઉન્ડર વીરલભાઈ પટેલ છે ( Contact Number :- 017641893236 Email ID :- kontakt@dosaking.de ) જેણે પોતાના ઢોસાના સ્વાદથી સમગ્ર જર્મનીમાં એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. આ રેસ્ટોરન્ટમાં સાઉથ ઇન્ડિયન ઢોસા, પંજાબી, મંચુરિયન સાથે સાથે ઢોસા માં અવનવી આઈટમ મળી રહે છે. આ સાથે નાસ્તામાં વડાપાવ, ગુલાબ જાંબુ, પાણીપુરી, સેન્ડવીચ, દાલ રાઈસ, પુલાવ, પંજાબી સબ્જી, છોલે મસાલા અને તમામ ભારતીય ડીશ રેસ્ટોરન્ટમાં મળી રહે છે. આ તમામ આઈટમ પ્યોર વેજ અને હાઈજેનીકનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. આ સાથે જર્મની પહેલીવાર જૈન લોકો માટે જૈન વાનગીઓ પણ ઉપલબ્ધ થઈ છે.
અહીં રહેતા જર્મનવાસીઓ પણ ઢોસા કિંગ રેસ્ટોરન્ટ ના સ્વાદના દિવાના છે. આ રેસ્ટોરન્ટમાં સ્વાદની સાથે સાથે સ્વચ્છતા નું પણ પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી તમામ ગ્રાહકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન મળી રહે. આ રેસ્ટોરન્ટની વાનગીનો આનંદ માણવા માટે દૂર દૂરથી લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે છે. સાથે સાથે દૂર રહેતા વ્યક્તિઓ માટે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરન્ટે આજે માત્ર બર્લિન શહેરમાં નહીં પરંતુ સમગ્ર જર્મનીમાં ડંકો વગાડી દીધો છે. આ રેસ્ટોરન્ટના ફાઉન્ડર વિરલ પટેલ ખૂબ માયાળુ અને નિખાલસ સ્વભાવના હોવાથી લોકો વધારે આ રેસ્ટોરન્ટમાં આવવાનું પસંદ કરે છે. આ રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી પણ આપવામાં આવે છે.
ઢોસા કિંગ રેસ્ટોરન્ટની વિશાળ સફળતા બાદ પ્રથમ વાર જર્મનીનાં બર્લિન શહેરમાં આયોજન થનારી ગીતાબેન રબારી ની ઇવેન્ટમાં ઢોસા કિંગ રેસ્ટોરન્ટ સ્પોન્સર કરી રહ્યું છે. સમગ્ર જર્મનીમાં થનારા કાર્યક્રમોમાં ઢોસા કિંગ રેસ્ટોરન્ટનો હંમેશા ફાળો હોય છે. આગળના સમયમાં પણ જર્મનીમાં થનારા કાર્યક્રમ માટે ઢોસા કિંગ રેસ્ટોરન્ટના ફાઉન્ડર વિરલભાઈ પટેલ તૈયાર છે. આ સફળતા જર્મનીવાસીઓ ના પ્રેમ સાથ સહકારને કારણે શક્ય બની છે. વિરલ ભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ગુજરાતી લોકો નો ખુબજ સપોર્ટ આ રેસ્ટોરન્ટ ને મળ્યો છે અને મળે છે. ગુજરાતી લોકો પણ ગૌરવની ફિલ કરે છે.