વાહ વાહ!! દુબઈમાં રબારી સમાજએ વટ પાડી દીધો, માથે પાઘડી અને રબારી સમાજના પહેરવેશ સાથે જોવા મળ્યા જુઓ વાયરલ તસવીરો
આજે ગુજરાતી પરંપરા અને તેમના સંસ્કારો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે કારણ કે જ્યાં આજે ગુજરાતીઓ વસે છે ત્યાં ગુજરાતનું સર્જન આપોઆપ થઈ જતું હોય છે. આજના સમયમાં વિદેશની ધરતીઓમાં પણ ગુજરાતના લોકો જોવા મળે છે. હાલમાં વાયરલ થયેલા વિડિયો તમામ ગુજરાતી લોકોને ગર્વ અપાવ્યું છે કારણ કે દુબઈ જેવા અમીર દેશમાં રબારી સમાજના ભાઈઓ રબારી સમાજના પહેરવેશ માં જોવા મળ્યા હતા.
આ બંને રબારી સમાજમાંથી આવતા ભાઈઓએ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો ના પહેરવેશ નો વારસો દુબઈ જેવા દેશમાં પણ જાળવી રાખ્યો હતો તે આપના સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુબઈ દેશમાં સૌથી વધારે મુસ્લિમ લોકો વસવાટ કરે છે ત્યાં હિન્દુ પરંપરા જાળવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ દેશમાં રબારી સમાજના ભાઈઓએ સંસ્કૃતિની પરંપરા ખૂબ જ સુંદર રીતે જાળવી રાખી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણો પહેરવેશ એ જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારો નક્કી કરે છે.
આજના યુવાનો જ્યારે વિદેશની ધરતીમાં પોતાના સંસ્કારો ભૂલી રહ્યા છે તેવા સમયમાં રબારી ભાઈઓએ પોતાની સંસ્કૃતિનો પહેરવેશ પહેરી ફરીવાર લોકોને પોતાના સંસ્કારો યાદ અપાવ્યા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળતા બંને યુવાનો રબારી સમાજના છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં વસવાટ કરે છે. દુબઈ જેવા દેશમાં ઘણા વર્ષોથી રહેતા હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ભૂલ્યા નથી. આ યુવાનોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા અને તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
ફેશનના જમાનામાં જ્યારે લોકો ભારતમાં રહીને પણ પોતાનો પહેરવેશ ભૂલી ગયા છે અને શરમ અનુભવે છે ત્યારે આ બંને યુવાનોએ વિદેશની ધરતીમાં પણ ડંકો વગાડી દીધો છે. આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું અને તેમનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ છે અને તે જ આપણો સાચો ધર્મ છે જે વ્યક્તિ પોતાના ધર્મની રક્ષા કરે છે તે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે હાલમાં તો આ વિડીયો સમગ્ર વિશ્વના અનેક દેશોમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.