સુરતના રાદડિયા પરિવારે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે બનાવી દુનિયાની સૌથી આકર્ષક કંકોત્રી જુઓ શું છે આ કંકોત્રીમાં વિશેષ તા
હાલ સમગ્ર ભારતભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે અને તે અંતે ચર્ચાનો વિષય બની જતી હોય છે ઘણા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અનોખું કરતા હોય છે. તેવી જ રીતે આજે લગ્નને યાદગાર બનાવવા માટે એક ખાસ કંકોત્રી બનાવવામાં આવી હતી. જેની આજે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હાલ સોશિયલ મીડિયા પર સુરતના રાદડિયા પરિવારની કંકોત્રી એક ચર્ચાનો વિષય બની ચૂકી છે જેને અલગ અલગ પેજ પરથી ખૂબ જ શેર કરવામાં આવે છે.

આ કંકોત્રીને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક મળી ચૂકી છે પરંતુ આ કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે જે લોકોના દિલ જીતી રહી છે ખરેખર આ કંકોત્રી સુરતના કાર્તિક રાદડિયા ના નામના યુવાનના લગ્નની છે કે જેના લગ્ન તારીખ 1 2 2023 ના રોજ યોજાયા હતા. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તેના પરિવાર દ્વારા ખૂબ જ અલગ અને આકર્ષક કંકોત્રી બનાવવામાં આવી હતી. આ કંકોત્રી એક બે નહીં પરંતુ ચાર પાનાની બનાવવામાં આવી છે આ ઉપરાંત કંકોત્રીના અલગ અલગ પેજ પર સરકારી યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

જેથી કરીને દરેક લોકો સરકારી યોજનાથી જાગૃત થઈ શકે અને તેનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ શકે આ યોજનામાં વ્હાલી દિકરી યોજના વિધવા પુના લગ્ન યોજના કુંવરબાઈનું મામેરુ વૃદ્ધ સહાય યોજના જેવી અનેક સરકાર તરફથી આપવામાં આવતી મદદનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમની સાથે સાથે ભારતના વીર જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ છત્રપતિ શિવાજી જેવા મહાનુભાવોની તસવીરો પણ આ કંકોત્રીમાં લગાવવામાં આવી છે.

સામાન્ય રીતે ઘણા લગ્નની કંકોત્રીમાં લગ્ન વિધિનું ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ આ કંકોત્રી કંઈક અનોખી જ કરવામાં આવી છે. જેથી કરીને દરેક લોકોને આ કંકોત્રી ઉપયોગમાં લાગી શકે હાલમાં તો આ કંકોત્રી દરેક લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની ચૂકી છે અને તે સોશિયલ મીડિયામાં દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં તો આ ડિજિટલ કંકોત્રીએ ધૂમ મચાવી દીધી છે.
