અંબાણી પરિવારની નવી વહુ રાધિકાએ જામનગરના ઘર આંગણે કર્યા કુમકુમ પગલા નવદંપત્તિની સાદગી તમારું દિલ જીતી લેશે જુઓ ખાસ વિડિયો
અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા. આબાદ નવદંપતી લગ્નના તમામ ફંક્શન પૂર્ણ કરી 17 જુલાઈ 2024 બુધવારના રોજ પોતાના વતન જામનગર પધાર્યા હતા.જ્યાં જામનગર વાસીઓ દ્વારા ઢોલ નગારા અને શરણાઈ સાથે અનંત અને રાધિકાનું ભવ્ય અને રજવાડી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. થોડા સમય પહેલા નવદંપતી લગ્ન બાદ વિદેશ પ્રવાસ થશે તેવી ચર્ચાઓ સંભળાઈ રહી હતી પરંતુ અનંત અને રાધિકા લગ્ન બાદ તુરંત જ પોતાના વતન જામનગર ગયા હતા અને વતન પ્રત્યેનો પ્રેમ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે અનંત ગુલાબી જેકેટમાં જોવા મળી રહ્યો છે જ્યારે રાધિકા ગુલાબી કુર્તીમાં જોવા મળી હતી બંને લોકોને સાદગી જોઈ સોશિયલ મીડિયામાં તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે. મુકેશ અંબાણી ની માતા કોકીલાબેન અંબાણીનો જન્મ જામનગરમાં જ થયો હતો માત્ર એટલું નહીં પરંતુ રિલાયન્સ કંપનીની શરૂઆત અને કારકિર્દી જામનગરથી જ થઈ હતી આ કારણથી જ અંબાણી પરિવાર પોતાના કોઈ પણ પારિવારિક સામાજિક અને ધાર્મિક પ્રસંગો જામનગરમાં કરવાનું વધારે પસંદ કરે છે આ પહેલા પણ અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંકશન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા.

આ સ્વાગત બાદ જામનગરમાં અંબાણી પરિવારના ઘર આંગણે નવી વહુ રાધિકાના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે અનંત અને રાધિકા પોતાના ઘર એન્ટિલિયામાં પ્રવેશી રહ્યા છે ત્યારબાદ રાધિકાના કંકુ પગલા તેમના ઘરે કરવામાં આવ્યા હતા. કારણકે અંબાણી પરિવારમાં પુત્રવધુ નહીં પરંતુ લક્ષ્મીરૂપી દીકરીનું આગમન થયું છે આ કારણથી જ સમગ્ર અંબાણી પરિવાર રાધિકાને પોતાની દીકરી નો પ્રેમ આપી હંમેશા તેનું માન સન્માન કરતા હોય છે.
આ પહેલા પણ જામનગરના પ્રિ વેડિંગ ફંક્શનમાં રાધિકાએ કહ્યું હતું કે મારો અને સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ છે આ કારણથી જ જામનગર અમારા હૃદયની ખૂબ જ નજીક છે તેથી કહી શકાય કે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા પણ જામનગરના સ્વાગત થી ખૂબ જ ખુશ જોવા મળી હતી આ સાથે જામનગર વાસીઓએ રાધિકા અને અનંતનું આરતી અને તિલક કરી ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

જામનગર વાસીઓ અંબાણી પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ તેમના દરેક પ્રસંગોમાં જામનગર વાસી ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપતા હોય છે આ પહેલા પણ અંબાણી પરિવાર તરફથી સમગ્ર જામનગર માટે ભોજન સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લોક ડાયરાને રાસ ગરબા જેવા કાર્યક્રમો પણ આયોજિત થયા હતા જેમાં ગુજરાતના કલાકાર અલ્પા પટેલ અને કિર્તીદાન ગઢવી હાજર રહ્યા હતા હાલમાં તો અનંત અંબાણી અને રાધિકા બંને પોતાના વતન જામનગરમાં સમય વિતાવી રહ્યા છે આગળના સમયમાં મંદિરોમાં જઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.