હલ્દી રસમ માટે તાજા મોગરાના ફૂલ અને મેરીગોલ્ડ થી બનાવેલ લેંઘા દુપટ્ટામાં જોવા મળી “રાધિકા મર્ચન્ટ” જુઓ આકર્ષક તસવીરો
અંબાણી પરિવારના ઘર આંગણે હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી વહુ રાધિકા મર્ચન્ટ રંગબેરંગી ફૂલો દ્વારા શણગાર કરેલા આઉટ ફીટમાં જોવા મળી હતી. રાધિકાના અહીં અલગ અલગ બે લુક સામે આવ્યા છે. તમામ લોકો રાધિકા ના હલ્દી સેરેમની સાથેના લૂકની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આખરે તેનો લુક સોશિયલ મીડિયામાં લોકોની સમક્ષ સામે આવ્યો હતો. આ તસવીરો એ લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા.રાધિકા આ તસવીરોમાં લાલ પીળા ફૂલોથી શણગારેલા ખૂબ જ આકર્ષક લેંઘામાં જોવા મળી હતી.
રાધિકાએ પોતાના પર જાણે ફૂલોની ચાદર પાથરી હોય તેવી લાગી રહી હતી. આ લૂકમાં અલગ અલગ ફૂલોની ખૂબ જ સુગંધિત સુગંધ જોવા મળી હતી જેને કારણે વાતાવરણ પણ ખૂબ જ રંગીન અને હરિયાળીથી જાણે ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું હતું. રાધિકાએ પોતાની હલદી સેરેમની માટે અલગ અલગ લુક થી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.રાધિકા એ ફ્લોરલ જ્વેલરી અને દુપટ્ટા સાથેનો પીળો ડ્રેસ પહેર્યો હતો.અને બીજા લૂક ની વાત કરીએ તો તેણે હાથીદાંતના શણગાર સાથેનો લાલ લહેંગા નો પહેરવેશ પસંદ કર્યો હતો.
રાધિકા મર્ચન્ટ પીળા રંગના ચમકતા દાગીનામાં ફૂલના બગીચા જેવી દેખાતી હતી. આ લેંઘાના દુપટ્ટામાં પણ ફૂલોનો વિશિષ્ટ રીતે શણગાર કરવામાં આવ્યો હતો.રાધિકાના હલ્દી ડ્રેસની મુખ્ય ખાસિયત એ છે કે પીળા મેરીગોલ્ડ બોર્ડર્સ સાથે તાજા મોગરા સાથે હાથથી વણાયેલા દુપટ્ટા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ ફૂલોએ અને તેમની સુગંધે હલદી સેરેમનીના કાર્યક્રમને અલગ જ રૂપ આપ્યું હતું. રાધિકાએ સુંદર ફ્લોરલ કીમતી જ્વેલરી પહેરી હતી. એની કિંમત આશરે લાખો કરોડોમાં બતાવવામાં આવી રહી છે. જેમાં હાથ ફૂલનો સમાવેશ થતો હતો લાંબી ફૂલોની ચાસણી, મંગ ટીકા, ગળાના ટુકડાના બે સેટ અને કાનની બુટ્ટી હતી. પોતાના દેખાવને કમ્પલેટ કરવા માટે તેના વાળ અડધા બાંધ્યા અને ખૂબ જ આધુનિક મેકઅપ પસંદ કર્યો હતો.
આ હલ્દી રસમ સેરેમની રાત્રિ માટે રાધિકાએ અનામિકા ખન્ના એ બનાવેલા એમ્બ્રોઇડરીવાળા લાલ લહેંગાના સેટમાં શાનદાર લુક સામે આવ્યો હતો.રાધિકાએ સુંદર હાથીદાંતની ભરતકામ સાથે લાલ રંગમાં અદભૂત કસ્ટમ પીસ પહેર્યો હતો. આ ડ્રેસમાં પણ ફૂલોનો અદભુત રીતે શણગાર કરવામાં આવ્યો હતો. મેચિંગ એરિંગ્સ સાથે ડેન્ટી ફ્લોરલ ડાયમંડ જ્વેલરી સાથે એક્સેસરીઝ કરેલી જોવા મળે છે.
વાળને લુઝ ચીક બનમાં સ્ટાઇલ કર્યા અને તેને ત્રણ સફેદ ફૂલોથી શણગાર્યા હતા. હાલમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટે હલ્દી રસમ ના પ્રસંગ નિમિત્તે પોતાના અલગ અલગ બંને લુક થી ચારે તરફ આકર્ષકતા ફેલાવી હતી. આ પહેલા રાધિકા પરંપરાગત ભારતીય સાડીમાં તેમના ઘરે થયેલી ગ્રહ પૂજામાં જોવા મળી હતી તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ખૂબ જ ધૂમ મચી ગઈ હતી.