વિદાય વખતે સોનાથી ભરતકામ કરેલા સિંદૂરી લાલ લહેંગામાં જોવા મળી “રાધિકા મર્ચન્ટ” જુઓ વાયરલ તસવીરો
12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ jio વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ લગ્ન પ્રસંગ માટે અંબાણી પરિવારના સગા સંબંધી સહિત તમામ આમંત્રિત મહેમાનો વિશિષ્ટ રીતે હાજરી આપી જોડાયા હતા. આ લગ્ન પ્રસંગના શુભ માહોલ વચ્ચે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા લાલ સફેદ રંગના મિશ્રણ સાથે ભારતીય પરંપરાગત પાનેતરમાં જોવા મળી હતી.
આ બાદ રાધિકાએ પોતાના લગ્નની વિદાય પ્રસંગ નિમિત્તે અલગ પહેરવેશ ની પસંદગી કરી હતી.રાધિકા મર્ચન્ટે તેની વિદાઈ સેરેમની માટે મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલ સિંદૂરી લાલ લહેંગા પહેર્યો હતો. આ લેંઘામાં ભરપુર સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેની કિંમત આશરે લાખો કરોડોમાં દર્શાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સાચી કિંમતની સ્પષ્ટતા બહાર આવી નથી.
રાધિકાએ પોતાની વિદાય પ્રસંગ માટે ગુજરાતી પાનેતરથી પ્રેરિત લાલ અને સફેદ લહેંગા રિવાજમાં તેના લગ્ન મા ગુજરાતી પરંપરાઓ અપનાવી હતી. આ આઉટફીટ ની વાત કરીએ તો કસ્ટમ એન્સેમ્બલમાં બ્લાઉઝ, બ્રોકેડ લેહેંગા સ્કર્ટ, સિલ્ક દુપટ્ટા અને બુરખો છે.સાડી ડ્રેપિંગના ઉત્કૃષ્ટ કારીગર ડોલી જૈને રાધિકા નો આકર્ષક દેખાવ બનાવવા માટે રિયા સાથે સહયોગ આપીને હિરલ ભાટિયા અને લવલીન રામચંદાનીએ રાધિકાના વાળ ની સ્ટાઈલ અને મેકઅપ કર્યો હતો.
રાધિકાના મનીષ મલ્હોત્રાના દ્વારા બનાવામાં આવેલ લહેંગામાં પરંપરાગત કચ્છ ગુજરાતના સમૃદ્ધ કાપડ વારસાથી પ્રેરિત વાસ્તવિક સોનાની કરચોબી વર્કથી શણગારેલું ઉત્કૃષ્ટ બેકલેસ બ્લાઉઝ છે. આ ભરતકામ 19 મી સદીની યાદીને પૂરી પાડે છે.બ્રોકેડ સિલ્ક લહેંગા એ ભારતના કાલાતીત લાવણ્યને ફરીવાર ઉજાગર કરે છે.
રાધિકાએ બનારસી રેશમી દુપટ્ટા અને જાળીની ડિઝાઇન સાથેના બુરખા ને સેટ કર્યો છે.દુપટો વાસ્તવિક સોનાની ભરતકામ અને રેશમ વર્કથી સજ્જ છે.નવદંપતીએ સોના, હીરા અને નીલમણિથી શણગારેલી ચોકર, એક વૈભવી ગળાનો હાર, પોલકીની બુટ્ટી, બાજુ બંધ, કઢાસ, બંગડીઓ, હાથ ફૂલ, વીંટી અને માંગ ટીકા પહેર્યા હતા. આ ઘરેણા રાધિકાની માતા અને તેની બંનેને તેમના લગ્ન વખતે ઉપયોગ કર્યો હતો અને હવે ફરીવાર રાધિકાએ તેમના લગ્નમાં આ ઘરેણાનો ઉપયોગ કર્યો છે.