હલ્દી રસમ માટે 100 થી વધારે ફૂલોથી બનાવેલા લાલ લહેંગામાં જોવા મળી “રાધિકા મર્ચન્ટ” જુઓ સુંદર તસવીરો
છેલ્લા ઘણા દિવસોથી અનંત અને રાધિકાના લગ્ન પહેલાંના ફંકશનનો ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે જેમાં દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ અંબાની પરિવારના ઘર આંગણે એન્ટલીયામાં હાજરી આપી તમામ કાર્યક્રમને વિશિષ્ટ અને ખાસ બનાવ્યો હતો. 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના jio વર્લ્ડ સેન્ટર ખાતે આનંદ અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ લગ્ન ખાસ પ્રસંગ માટે અંબાણી પરિવાર એ 3 જુલાઈના રોજ થી અનેક કાર્યક્રમો અને ફંકશન નું આયોજન કર્યું હતું જેમાં આઠ જુલાઈ 2024 ના રોજ હલ્દી રસમ વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત અન્ય સગા સંબંધી મિત્રો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
આ હલ્દી રસમ ના ખાસ પ્રસંગ માટે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાએ સૌપ્રથમ પીળા રંગના લેંઘામાં જોવા મળી હતી આ લેંઘા ને રંગબેરંગી ફૂલો હતી શણગારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને વધુ ખાસ બનાવવા માટે સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, રણવીર સિંહ, સલમાન ખાન, બોની કપૂર અને અન્ય સહિત હલ્દી સમારોહમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. આ તમામ લોકો પીળા કલરના પહેરવેશના ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે જાણે સમગ્ર વાતાવરણ પીળા કલરના કોઈ પ્રદેશમાં ગરકાવ થઈ ગયું હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું.
રાધિકાનો હલ્દી રસમ માટે તેનો પોશાક અને દુપટ્ટા ને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યો હતો. આ ફેશન સ્ટાઈલ ફેશન ડિઝાઈનર સ્ટાઈલિશ રિયા કપૂરે કરી હતી. અનામિકા ખન્ના દ્વારા સેટ કરેલ ચમકતો પીળો એમ્બ્રોઇડરી કરેલ લહેંગો પહેર્યો હતો. પરંતુ આ લેંઘા નો દુપટ્ટો ખૂબ જ વિશિષ્ટ અને આકર્ષક લાગી રહ્યો હતો આ કારણથી જ રાધિકાને તમામ લોકો હલ્દી રસમની સેરેમની માં જોતા જ રહી ગયા હતા.
રાધિકા આબાદ લાલ રંગના આઉટપુટમાં જોવા મળી હતી જેમાં 100 કરતાં વધારે મેરી ગોલ્ડ ફ્લાવર અને મોગરાના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે.દાગીના પણ તાજા તોડેલા સફેદ ટાગર કાલીસમાંથી બનાવવામાં આવ્યા હતા, અને એસેસરીઝમાં કાનની બુટ્ટીઓ, ડબલ નેકલેસ, હાથ ફૂલ અને કાલીરસનો સમાવેશ થાય છે. આ ડ્રેસને બનાવવા માટે 24 કલાક કરતા પણ વધારે નો સમય લાગ્યો હતો.
દરેક ફૂલને ટાગર કાલીસ અને ગેંડા મોરનો એક સીમલેસ કાસ્કેડ બનાવવા માટે ઝીણવટપૂર્વક ગોઠવવામાં આવ્યું હતું. હાલમાં તસવીરો ફેશન ડિઝાઇનર રીયા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. તથા હલ્દી રસમના ખાસ પ્રસંગ નિમિત્તે રાધિકાનો આ લુક લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો હતો અને હાલમાં રાધિકાને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.