રાધિકા મર્ચન્ટ સંગીત સમારોહની પાર્ટી બાદ કરોડો રૂપિયાની બ્લેક સાડીમાં જોવા મળી જુઓ આકર્ષક તસવીરો
અનંત – રાધિકા ની સંગીત સંધ્યા ની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી આ ફંકશનમાં અંબાણી પરિવારના સગા સંબંધી સહિત બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી અને દેશ વિદેશના બિઝનેસમેન વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી સંગીત સેરેમની ના કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ સેરેમની પૂર્ણ થયા બાદ અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા એ પોતાનો નવો લુક કમ્પલેટ કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.

રાધિકા એ પાર્ટી બાદ મનીષ મલ્હોત્રાની બનાવેલી ચમકતી સાડી પહેરી હતી.આ સાડીમાં કાળા રંગના શેડ બનાવવામાં આવ્યા હતા.અને આકર્ષક ચેઇનમેલ પેટર્નથી સાડીની સુંદરતામાં વધારો કરે છે.આ સાથે સાડી ને મેચિંગ ઓફ-શોલ્ડર કોર્સેટ બ્લાઉઝ સાથે જોડાણ કર્યું હતું.જે તેના દેખાવમાં વધુ આકર્ષકતા અને ચમક ફેલાવે છે.

સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ રિયા કપૂર દ્વારા સ્ટાઈલ કરેલી ચોકર નેકલેસ, સ્ટેક્ડ બ્રેસલેટ્સ અને સ્ટેટમેન્ટ સ્ટડ ઈયરિંગ્સ સહિત લક્ઝુરિયસ ડાયમંડ જ્વેલરી સાથે તેના લુકને જ્વેલરીથી કમ્પલેટ કર્યો હતો આ તમામ જ્વેલરી ની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે.આ સાથે તેના લ્યુસિયસ ટ્રેસિસ સ્ટાઇલ કરેલા છે.જે લુક ને વધારે સુંદર બનાવે છે. રાધિકાએ સંગીત સેરેમની માટે ખોસલા લહેંગા પસંદ કર્યો હતો.જેમાં તેણે અનંત અંબાણી સાથે સંગીત સંધ્યામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.રાધિકાના લહેંગા માં ઊની કાપડ સ્વારોવસ્કી સ્ફટિકોથી શણગારેલું ઓફ-ધ-શોલ્ડર બ્લાઉઝ, ક્રોપ્ડ હેમ અને ફીટ ડિઝાઇન નો વિશિષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.

રાધિકા એ લીલા રંગના તૈયાર કરેલા રેશમી દુપટ્ટા, નીલમણિ પેન્ડન્ટ સાથે હીરાનો હાર, બ્રેસલેટ, કાનની બુટ્ટીઓ સાથે જ્વેલરી ને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી. રાધિકાએ પોતાની બ્લેક સાડી સાથે ખુલ્લા વાળમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી ખૂબ જ આકર્ષક ફોટો શૂટ કરાવ્યું હતું. રાધિકાનો આ લુક સંગીત સેરેમની બાદ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે આ સંગીત સેરેમની માં પોપ સ્ટાર જસ્ટિન બીબર ના પર્ફોર્મન્સનું આયોજન થયું હતું. જેમાં આ પફોમન્સ માટે અંબાણી પરિવાર એ જસ્ટિન બીબર્સને 84 કરોડ જેટલી કિંમત ચૂકવી હતી. બોલીવુડ હોલીવુડના તમામ સેલિબ્રિટી પણ જસ્ટિન બીબર ના ગીત પર જુમી ઉઠ્યા હતા.

આ તમામ લગ્નના કાર્યક્રમ અને ફંકશન 12 જુલાઈ સુધી આયોજિત કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ કાર્યક્રમના આયોજનથી અનંત અંબાણીના લગ્ન ખાસ અને યાદગાર બની રહેશે. 12 જુલાઈ ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ લગ્નમાં દેશ-વિદેશના અનેક મહેમાનો તથા બિઝનેસમેન હાજર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં જ આ સંગીત સેરેમની ના કાર્યક્રમો માં અનેક આમંત્રિત મહેમાનો જોવા મળ્યા હતા.જેનું અંબાણી પરિવાર તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
