|

રાધિકા મર્ચન્ટે ક્રુઝ પ્રી-વેડિંગ બેશમાં કેઝ્યુઅલ લંચ આઉટિંગ માટે કરોડોની કિંમતનું રેડ ‘બાલમેન’ ટોપ પહેર્યું

હાલમાં અંબાણી પરિવારના ફંક્શન પૂર્ણ થઈ ચૂક્યા છે પરંતુ તેમની ચર્ચા આજે પણ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે તમામ દેશ વિદેશના મહેમાનો મુકેશ અંબાણીના દીકરાના પ્રી વેડિંગ ફંકશન જોઈ દંગ રહી ગયા હતા આ પ્રી-વેડિંગ ફંકશનમાં 800 જેટલા મહેમાનોએ હાજરી આપી અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શનને ખાસ બનાવ્યું હતું.

આ સમગ્ર ક્રૂઝ નો નજારો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સમગ્ર ક્રુઝ સ્વર્ગ કરતાં પણ વિશેષ લાઈટ થી ઝગમગી ઉઠ્યું છે. આ ક્રુઝમાં ફાઇવસ્ટાર હોટલ કરતા પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ છે જેને દરિયામાં હરતી ફરતી હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રિ વેડિંગ ફંકશનમાં અંબાણી પરિવારના તમામ સભ્યોના આકર્ષક અંદાજ સાથેના લૂક અને એન્ટ્રી ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો વચ્ચે ધૂમ મચાવી રહી છે.

અંબાણી પરિવાર પોતાના દરેક ફંક્શન અને ખૂબ જ ખાસ બનાવે છે ત્યારે અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન પણ દરિયાની વચ્ચે આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રિ વેડિંગ ફંક્શનની પૂર્ણાહુતિ ઇટલીના નાનકડા એવા ગામમાં કરવામાં આવી હતી.

તમને જોતાની સાથે જ આ ગામ નહીં પરંતુ કોઈ મોટો દેશ લાગશે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સમગ્ર ગામ લાઈટ થી ઝગમગી ઊઠયું છે. આ સાથે સાથે બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટીનો મેળવડો પણ જોવા મળ્યો હતો.

આ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ખૂબ જ હસતા જોવા મળ્યા હતા અને તેમને પણ આ રાત્રિના નજારા નો આનંદ માણી હતો સાથે સાથે ડીજે નાઈટ પાર્ટી અને સ્ટેજ પરફોર્મન્સમાં પણ ભાગ લીધો હતો જેમાં બોલીવુડ સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. આ ડીજે નાઇટ પાર્ટીમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ નું ખૂબ જ ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની એન્ટ્રી જોઈ ઉપસ્થિત મહેમાનો પણ જોતા જ રહી ગયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *