લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીમાં ફરીવાર ચમકી અંબાણી પરિવારની વહુ “રાધિકા” ટ્રેડીશનલ લુકમાં લાગે છે રૂપ રૂપ નો અંબાર જુઓ ખાસ તસવીરો

અનંત રાધિકાના લગ્ન બાદ નવદંપતીના આશીર્વાદ માટે અંબાણી પરિવાર તરફથી આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધાર્મિક મંદિરોના સાધુ સંતો મહંત ધર્મગુરુ વિશ્વ ગુરુ યોગ ગુરુ તમામ લોકો ની વિશિષ્ટ ઉપસ્થિતિની વચ્ચે નવદંપત્તિની આશીર્વાદ આપવામાં આવ્યા હતા. અંબાણી પરિવારના આ સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતા જોઈ તમામ લોકોએ સોશિયલ મીડિયા ના માધ્યમથી મન ભરીને વખાણ કર્યા હતા. આબાદ આમંત્રિત મહેમાનો તથા પરિવારજનો માટે 14 જુલાઈ 2024 ના રોજ રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જે ખાસ અનંત અને રાધિકા માટે રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલીવુડની અભિનેત્રીઓને પણ રાધિકાએ પોતાની સુંદરતાથી પાછી પાડી દીધી હતી.

રાધિકા હવે અંબાણી પરિવારની વહુ બની ગઈ છે. પોતાના ઘર એન્ટિલિયા ખાતે રાધિકા નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા સાસુ અને જેઠાણીએ આરતી અને માથામાંથી અલગ લગાવી ઘરમાં કંકુ પગલા કરાવ્યા હતા. રાધિકા હંમેશા પોતાની ફેશનની દુનિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે હવે ફરીવાર રિસેપ્શન પાર્ટીમાં રાધિકા પોતાના લુક થી જગમગિ ઉઠી હતી તથા તેની ચમક ચારેકોર ફેલાઈ ગયેલી જોવા મળી હતી. આ દિવસે રાધિકા સ્વર્ગની રૂપસુંદરી કરતા પણ વધારે સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની અદાઓએ લોકોના દિલ ખુશ કરી દીધા હતા.

રાધિકા એ પોતાનો ડ્રેસ ફેમસ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમાં અલગ અલગ ભરત કામ અને ડિઝાઇનથી ડ્રેસ ની સુંદરતા વધારવામાં આવી હતી તથા સોનમ કપૂરની બહેન રિયા કપૂર એ આ ડ્રેસને સ્ટાઇલ કર્યો હતો. રાધિકા મર્ચન્ટનું સ્લીવલેસ અને સ્વીટ હાર્ટ અલ્ટા મોડા 2024 માંથી કલેક્શન કરવામાં આવ્યું હતું.

આ સાથે તેમના પર રીયલ ગોલ્ડ વર્ક કરી ખૂબ જ સુંદર ભરત કામ કરવામાં આવ્યું છે. ફેબ્રિકથી આ સ્કર્ટ બનાવવામાં આવ્યું હતું.જેના પર સોનાથી ભરતકામ કરવામાં આવ્યું છે. આ સ્કટની પાછળ લાંબી ટ્રેલ ઉમેરવામાં આવી હતી. સોનાની જરી અને જરદોશી કામથી આ સમગ્ર ડ્રેસને ખૂબ જ લાંબા સમયની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો હતો. મોટા ફૂલોની બોર્ડર અને અેમરોડરી કામથી આ ડ્રેસ ને આકાર અપાયો છે.

રાધિકા મર્ચન્ટે પોતાની શૈલીને વધુ દેખાવ અને ઉત્કૃષ્ટ બનાવવા માટે દુપટ્ટા નો ઉપયોગ કર્યો હતો. બંને હાથ પર દુપટ્ટા રાખી ડ્રેસને એક નવો વળાંક આપ્યો છે જાણે ઉપર નીચેથી પગથિયાં બનાવ્યા હોય તેવું આ તસ્વીરમાં સ્પષ્ટપણે લાગી રહ્યું હતું આ આકર્ષક અને સુંદર અંદાજ સાથે રાધિકા ની સ્માઈલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ વખતે પણ રાધિકાની જ્વેલરીમાં કોઈ કમી જોવા મળી ન હતી. એના ગળામાં પીળા હાર સાથે ડાયમંડ નેકલેસ પહેર્યો છે. વચ્ચેના ભાગમાં ખુલ્લા વાળ રાખી અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *