રાધિકાએ લગ્ન માટે પોતાના હાથમાં સુંદર મહેંદી લગાવી ધમાકેદાર ડાન્સ કર્યો ગુલાબી ચણિયાચોળી સાથે લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
આજે સમગ્ર વિશ્વમાં ચારે તરફ અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. આ બાજુ અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નવિધિના તમામ કાર્યક્રમનો ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન માટે દેશ-વિદેશથી તમામ આમંત્રિત મહેમાનો હાજરી આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે આ લગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
લગ્ન માટેના ફંકશન ની શરૂઆત ત્રણ જુલાઈના રોજ કરવામાં આવી હતી. અંબાણી પરિવારના તમામ સભ્યો આ લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે આ કારણથી જ આ લગ્ન ફંક્શન 14 જુલાઈ સુધી આયોજિત કરવામાં આવ્યા છે.અનંત અંબાણી અને રાધિકાની ખૂબ જ આકર્ષક અને સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પરથી કહી શકાય કે અંબાણી પરિવાર તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા જઈ રહ્યો છે.
અંબાણી પરિવારના ઘર આંગણે મહેંદી રસમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી વહુ રાધિકા મર્ચન્ટ પોતાના હાથમાં સુંદર અને આકર્ષક મહેંદી લગાવી રહી છે.આ વિધિ દરમિયાન ઓવર ધ ટોપ આઉટફિટ ની જગ્યાએ રાધિકાએ એલિગન્ટ ક્લોથ્સ ની પ્રથમ પસંદગી કરી હતી. આ પહેરવેશ રાધિકાને વધારે સુંદર બનાવી રહ્યો છે. રાધિકાએ પોતાની મહેંદી સેરેમની માટે ગુલાબી અને લાલ રંગના આઉટફીટ પસંદ કર્યા હતા.જેને ગોલ્ડન અને કલર થ્રેડથી એમ્બ્રોયડરી કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના મોટેભાગના આઉટ ફીટ તેના ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદિપ ખોસલા દ્વારા તૈયાર કરવામાં આવે છે આ કારણથી જ અંબાણી પરિવારના કોઈ પણ પારિવારિક અથવા સામાજિક પ્રસંગોમાં તેના આઉટફીટ થી દર વખતે લોકોના દિલ જીતે છે. આ લગ્ન પ્રસંગના માહોલ વચ્ચે અંબાણી પરિવારની વહુ ને ફેશન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તેથી તેમનો લુક લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો હતો.
હાલમાં રાધિકા પોતાની હલ્દી અને મહેંદી સેરેમની માટે ઝગમગી ઉઠી હતી જેમાં તેણે હલ્દી રંગબેરંગી ફૂલો થી પોતાના લુક તૈયાર કર્યો હતો. આ ફૂલોની સુગંધને કારણે પ્રસન્ન ની શોભા પણ ખૂબ જ ખીલી ઉઠી હતી. આ બાદ તેણે મહેંદી સેરેમની બાદ જોરદાર ડાન્સ કર્યો હતો જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ ડાન્સ ને વધુ ધમાકેદાર બનાવવા માટે અંબાણી પરિવારના સભ્યો સહિત તમામ સેલિબ્રિટીઓ એ ભાગ લીધો હતો.