| |

ચૂંટણીના માહોલ વચ્ચે વાળ કપાવવા માટે સામાન્ય માણસ બની રાહુલ ગાંધી સલૂનમાં પહોંચ્યા,સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો

હાલ સમગ્ર દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક રાજનેતા રાજ્યોની મુલાકાત લઇ પોતાના પક્ષનો પ્રચાર કરતા હોય છે આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાજનેતા રાહુલ ગાંધી એ તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે ચૂંટણીનો માહોલ થઈ ચૂક્યો છે પરંતુ દાઢીવાળ સેટ કરાવવાના બાકી છે. અમે દેશના યુવાનો માટે સતત લડી રહ્યા છીએ.

ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું કે રાયબરેલી એ અમારી માટે જન્મભૂમિ અને કર્મભૂમિ છે. મારા પરિવારે હંમેશા રાષ્ટ્રહિત અને સંસદીય ક્ષેત્રમાં કામ કર્યું છે અમે અહીંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને સપોર્ટ કરવા માટે લોકો ભેગા થયા હતા.

આ સભા દરમિયાન રાયબરેલીમાં રાહુલ ગાંધી સામાન્ય માણસ બની સલૂનમાં વાળ દાઢી સેટ કરાવતા જોવા મળ્યા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ સભા દરમિયાન રાહુલ ગાંધીએ વિરોધ પક્ષ ભાજપ પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા આ સાથે સાથે લોકોએ કોંગ્રેસની જીત માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

કાળજાળ ગરમીમાં પણ રાહુલ ગાંધીના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ રાહુલ ગાંધી સામાન્ય માણસ બની એક સલૂન વાળા અને ત્યાં વાળ કપાવવા માટે પહોંચ્યા હતા આ તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા હતા આટલા મોટા રાજનેતા હોવા છતાં પણ તેમના જીવનમાં અભિમાન ક્યારે જોવા મળતું નથી આ જ કારણથી તે અનેક લોકોની વચ્ચે લોકપ્રિય નેતા બની ચૂક્યા છે.

સલૂન વાળા એ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરી તેમને દાઢી અને વાળ સેટ કરી આપ્યા હતા સાથે સાથે રાહુલ ગાંધીએ તેમની સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. રાહુલ ગાંધીએ આ પ્રથમ વાર નહીં પરંતુ અનેકવાર સામાન્ય માણસ બની લોકોની વચ્ચે ઊભા રહ્યા છે અને તેમના પ્રશ્નો અને સમસ્યા સાંભળી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *