હે ભગવાન બચાવી લેજે!! વરસાદે સર્જી તબાહી, પહાડની નીચે 100 થી વધારે લોકો દબાયા,12 લોકોના થયા મૃત્યુ જુઓ દર્દનાક આફતના દ્રશ્યો

હાલમાં વરસાદી માહોલ ને કારણે અનેક જગ્યાએ પૂર તબાહી વાવાઝોડા ના દ્રશ્યો તથા તેમના સમાચાર સોશિયલ મીડિયા તથા અન્ય જગ્યાએ સામે આવી રહ્યા છે ઘણી જગ્યાએ ભારે આફતને કારણે મૃત્યુ તથા મોટા પ્રમાણમાં નુકસાનીના સમાચાર પણ સામે આવ્યા છે. કેરળના વાઈનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તબાહી કોઈ સામાન્ય નહીં પરંતુ 100 થી વધારે લોકો કાટમાળ ની નીચે દબાયા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ બાદ બચાવ કામગીરીની ટીમે અનેક લોકોને કાટમાળની નીચેથી કાઢ્યા હતા જેમાં અત્યાર સુધી બાર લોકોના મૃત્યુ થયા છે. આ આફતના સ્થળે સતત બચાવ કામગીરીની ટીમ કાર્ય કરી રહી છે. એનડીઆરએફ ની ટીમ અને એરફોર્સ ની ટીમ સતત રાહત કામગીરી કરી રહી છે.

આ દુર્ઘટના 30 જુલાઈ 2024 ના રોજ વહેલી સવારે વાઈનાડ જિલ્લાના મેંપપડી મુંડકાઇ ટાઉન અને ચૂરલ માલામાં થઈ હતી સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે જેમાં હેલ્પલાઈન નંબર 8086010833 અને 9656938689 જારી કરવામાં આવ્યા છે. જેમાં વૈથીરી, કલપટ્ટા, મેપ્પડી અને મનનથાવડી હોસ્પિટલ સહિત તમામ હોસ્પિટલોમાં સારવાર થઈ શકે છે. સરકાર પણ હાલમાં તમામ હેલ્પલાઇન નંબર તથા બચાવ કામગીરી ની ટીમ પર સતત નજર રાખી રહી છે જેને કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોને જલ્દીથી બહાર લાવી સાથે ઘણા લોકો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યા છે.

લેંડસ્લાઈડની ચપેટમાં આવેલ લગભગ 50 લોકો ઘાયલ થયા છે.જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી બહાર લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આ વરસાદી આફતને કારણે એક બે ઘટનાઓને પરંતુ અનેક ઘટનાઓનું નિર્માણ થયું હતું જેને કારણે ખૂબ જ વધારે લોકો આ આફતનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આપને જણાવી દઈએ કે પ્રથમ ભૂસ્ખલનની ઘટના મુંડક્કઈ ટાઉનમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે રાત્રે લગભગ 1 વાગ્યે બની હતી. જોકે પાસેનો પ્રદેશ મુંડક્કઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળા નજીક બીજી ભૂસ્ખલનની ઘટના બની. એક શિવિરના રૂપમાં ચાલી રહેલ સ્કૂલ અને આસપાસના મકાનો તેમજ દુકાનો ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવમાં ભરાઈ ગયા.

આ દર્દનાક ઘટના અને આફત માટે સરકાર તરફથી પણ ખૂબ જ મદદ મળી રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ તમામ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પણ રાજનેતાઓ દ્વારા ખબર અંતર જાણવા મળી રહ્યા છે આ સાથે જ અનેક હેલ્પલાઇન નંબર જાહેર કરી તમામ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તેની માટેની પણ સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ વ્યવસ્થા કરી છે આ સાથે જ આપત્તિના સમયમાં તમામ લોકો તરફથી પણ ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે જેથી કરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી તેમની તાત્કાલિક સારવાર હાથ કરી શકાય હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

એનડીઆરએફ અને એરફોર્સની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક લોકોના કહેવા અનુસાર કાટમાળ નીચે 100થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે. જેમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે આ સાથે જ બહાર લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ હજુ કાટમાળ ની નીચે કેટલા લોકો દબાયા છે તેનો કોઈ સાચો આંકડો બહાર આવ્યો નથી. અધિકારીઓનું કહેવું છે કે સતત બચાવ કામગીરીની ટીમના લોકો કહી રહ્યા છે કે ભારે વરસાદ ને કારણે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે પરંતુ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *