લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ અંબાણી પરિવારની રિસેપ્શન પાર્ટીમાં આપી હાજરી જુઓ ખાસ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 12 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે શુભ લગ્નની શરણાઈ ગુંજી હતી જેમાં સમગ્ર દુનિયાના આમંત્રિત મહિમાનો થી માંડી બોલીવુડ હોલીવુડ ફિલ્મના સુપરસ્ટાર સાઉથ સુપરસ્ટાર દેશ વિદેશના બિઝનેસમેન તથા ધર્મગુરુએ હાજરી આપી અનંત રાધિકાના લગ્નને ખાસ બનાવ્યા હતા. આ દ્રશ્ય જાણે ધરતી પર જ કોઈ ઇન્ડસ્ટ્રી નું નિર્માણ થયું હોય તેવું ઊભું થયું હતું. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અંબાણી પરિવારના ચાહકો તરફથી અનંત અને રાધિકાને લગ્ન માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે અનેક લોકોએ આશીર્વાદ પણ નવા લગ્નજીવન માટે આપ્યા હતા. લાંબા સમયગાળાના ફંકશન બાદ આખરે અનંત અને રાધિકા જન્મો જનમના જીવનસાથી બન્યા હતા ત્યારબાદ 13 જુલાઈ 2024 ના રોજ નવદંપત્તિ માટે વડીલો અને પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો ની હાજરીમાં અનંત અને રાધિકાને આશીર્વાદ અપાયા હતા.માત્ર એટલું જ નહીં પરંતુ ભારત દેશના તમામ મંદિરોના સાધુ સંતો મહંતો પૂજારી ધર્મગુરુ પણ અંબાણી પરિવારના ઘર આંગણે પધાર્યા હતા જેમનું મુકેશ અંબાણી અને નીતા અંબાણી તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ બાદ 14 જુલાઈ 2024 ના રોજ રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના સગા સંબંધી મિત્ર પરિવારજન તથા બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સાઉથ સુપર સ્ટાર બિઝનેસમેન તથા અનેક ગુજરાત ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કલાકારોના આગમન વચ્ચે ગુજરાતના લોક સાહિત્યકાર અને સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરનાર રાજભા ગઢવી અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી તેમના ઘર આંગણે ઉપસ્થિત રહ્યા હતા જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ રાજભા ગઢવીને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે લક્ઝરીયસ કારમાં અંબાણી પરિવારના ઘર આંગણે રાજભા ગઢવી એ હાજરી આપી હતી. આ રિસેપ્શન પાર્ટીમાં તમામ મહેમાનો માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અગવડતા ના સર્જાય સૌથી કડક સુરક્ષા વચ્ચે રાજભા ગઢવી રિસેપ્શન પાર્ટીના સ્થળ પર પહોંચ્યા હતા. આબાદ તેમણે તમામ અન્ય ગુજરાતી કલાકાર સિંગર અભિનેતા અભિનેત્રી તથા અન્ય મહેમાનો સાથે મુલાકાત કરી હતી. આ બાદ તમામ લોકોએ એક સાથે ભોજન ની મજા માણી હતી જેના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આ વાયરલ વિડીયો ને અત્યાર સુધી બે લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તથા વીડિયોના કેપ્શન માં રાજભા ગઢવી એ લખ્યું હતું કે અંબાણી પરિવારને આંગણે. આ પ્રસંગ તમામ દેશ અને દુનિયા માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બની ગયો હતો જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં તથા ગુજરાતી કલાકારોની હાજરીથી રિસેપ્શન પાર્ટી ની શોભા વધારે ખીલી ઉઠી હતી તથા આ સાથે સંગીત પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામી અનામી તમામ સિંગરો જોવા મળ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *