ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લંડનમાં રહેતા ગુજરાતવાસીઓને આપ્યા ખુશીના સમાચાર વાયરલ વીડિયોમાં કહ્યું કે….
આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજની પેઢી ધીરે ધીરે લોક સાહિત્ય લોકસંગીત અને તેમની સંસ્કૃતિને ભૂલી રહી છે તેવા સમયની વચ્ચે આપણા ગુજરાતના અનેક લોક સાહિત્યકાર માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિદેશના ખૂણે ખૂણે વસતા તમામ લોકોને લોકસાહિત્યનું રસપાન પીરસી રહ્યા છે. આ કારણથી જ માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશની ધરતીમાં પણ અનેક લોક ડાયરા લોકસાહિત્ય અને રાસ ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જેથી આપની ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને તેનો વારસો દેશના ખૂણે ખૂણે સુધી પહોંચી એક સમૃદ્ધ અને શ્રેષ્ઠ ભારતની રચના કરી શકાય. હાલમાં જ ગુજરાતના લોકસાહિત્યકાર રાજભા ગઢવી તમામ લંડનમાં વસતા ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. હા મિત્રો હવે થોડાક સમયમાં રાજભા ગઢવી લંડન વાસીઓને લોકસાહિત્યની મોજ કરાવવા લંડન ની ધરતીમાં પધારી રહ્યા છે.
આ લોક ડાયરા નું આયોજન લંડનમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી કરવામાં આવ્યું છે. આ ડાયરામાં દુહા છંદ ભજન અને લોકસાહિત્યની રમઝટ જામશે વિદેશની ધરતીમાંથી પણ રાજભા ગઢવીને ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે આજના સમયમાં રાજભા ગઢવી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસાહિત્ય અને સંસ્કૃતિનો ડંકો વગાડી રહ્યા છે આ વાત જ આપણા સૌ માટે ખૂબ જ ગર્વ ની છે. આ સાથે ડાયરામાં ભજનની રમઝટ જમાવવા માટે યુવા ભજનીક ગોપાલ સાધુ પણ ઉપસ્થિત રહેશે બંને લોકોની જુગલબંધી લંડન વાસીઓને ખૂબ જ મોજ કરાવશે.
તમામ ગુજરાતવાસીઓ આ લોક સાહિત્ય અને લોક ડાયરાના કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી રહ્યા છે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે રાજભા ગઢવી એ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી તમામ લંડન વાસીઓને આ ખુશીના સમાચાર આપ્યા હતા. આ કાર્યક્રમ 15 ઓગસ્ટના રોજ Harrow Leisure Centre ખાતે યોજવામાં આવેલ છે. જ્યારે 17મી ઓગસટ ના રોજ Maher Centre યોજાશે. આ સાથે જ ગુજરાતના અન્ય કલાકારો પણ વિદેશની ધરતીમાં રાસ ગરબા લોકસાહિત્ય અને ડાયરાની રમઝટ જમાવી રહ્યા છે આ કારણથી કહી શકાય કે ગુજરાતી લોક સંસ્કૃતિ અને તેમનું સંગીત આજે આ કલાકારોના કારણે જ સમગ્ર વિશ્વમાં ઉજાગર થયું છે.
રાજભા ગઢવી ના વિડીયો માં અત્યાર સુધી અનેક લાઈક અને કોમેન્ટ મળી છે જેમાં લંડનમાં વસતા ગુજરાતવાસીઓએ કોમેન્ટ ના માધ્યમ દ્વારા પોતાનો ઉત્સાહને આતુરતા દર્શાવી હતી તથા અનેક લોકો દ્વારા સ્વાગત સન્માન પણ જોવા મળ્યું હતું રાજભા ગઢવીના ચાહકો આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે રહેલા છે આ સમાચાર સાંભળતા ની સાથે જ તમામ લોકોએ રાજભા ગઢવી અને શુભકામના પણ શુભેચ્છા પાઠવી હતી.