ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ઓપન જીપમાં પોતાના પરિવાર સાથે કુદરતી નજારા વચ્ચે ગીરની મુલાકાત લીધી, જુઓ વાયરલ વિડિયો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતના લોક સાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હંમેશા પોતાના વતન સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતા સાથે જોડાયેલા રહે છે આ સાથે જ તેઓ ગાંડી ગીર સાથે પોતાનો એક અલગ જ સંબંધ ધરાવે છે. તેઓ અવારનવાર ગીરના આસપાસના અનેક સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે તથા તેઓ અનેકવાર નેસડામાં રહેતા લોકો સાથે પણ પોતાનો સમય વિતાવે છે કારણ કે તેમને પોતાનું બાળપણ અહીં જ વિતાવ્યું છે તથા આ ધરતીમાં જ તેમણે સંસ્કારો પ્રાપ્ત કર્યા છે.
આ કારણથી જ ગીરની ધરતી રાજભા ગઢવીના હૃદયમાં ખૂબ જ ખાસ ધ્યાન જ ગીરની ધરતી રાજભા ગઢવીના હૃદયમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશના લોક ડાયરા ના કાર્યક્રમમાં રાજભા ગઢવી ગીરની યાદ અપાવતા હોય છે. રાજભા ગઢવી લોક સાહિત્ય ક્ષેત્ર આટલા સફળ કલાકાર હોવા છતાં પણ પોતાનું જીવન સાદગી પૂર્વક જીવવાનું પસંદ કરે છે.
હાલમાં જ રાજભા ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સમગ્ર પરિવાર સાથે ઓપન જીપમાં બેસી વરસાદી વાતાવરણ વચ્ચે ગજ કેસરી ગીરની મુલાકાત લીધી હતી આ તસવીરોને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં રાજભા ગઢવીના ચાહકો તરફ થી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે. આપણે ઘણીવાર રાજભા ગઢવી ને એકલા જ ગીરમાં મુલાકાત લેતા જોયા હશે પરંતુ લાંબા સમય બાદ રાજભા ગઢવી પોતાના પરિવાર સાથે ગીરની મુલાકાતે જોવા મળ્યા હતા.
વાયરલ વીડિયો અને તસ્વીરોમાં આપ જોઈ શકો છો કે આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક જોવા મળી રહ્યું છે. જાણે કુદરતી સૌંદર્ય ધરતી પર આવી ત્યારે તરફ ખીલી ઉઠ્યું હોય તેવું સુંદર વાતાવરણ આ વીડિયોમાં આપ જોઈ શકો છો આ સાથે જ જરમર વરસાદી વાતાવરણમાં રાજભા ગઢવી પોતાના પરિવાર સાથે ગિર ના નજારા ની મજા માણી રહ્યા છે.
આ બાદ ગીરના લોકોની પણ મુલાકાત લીધી હતી. આ વીડિયોમાં સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઓપન જીપ આગળ વધતા ગીરમાં રહેતા લોકો પણ જોવા મળે છે સાથે જ સિંહ અને સાવજ પણ વીડિયોમાં કેદ થયા હતા. ખરેખર આ દ્રશ્ય ખૂબ જ મન મોહી લે તેવું હતું. આ સાથે રાજભા ગઢવી ગાયો ચરાવતા ગોવાળ સાથે પણ વાતો કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાજભા ગઢવી ને આવું જીવન જીવવું ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ તેઓ અવારનવાર અનેકવાર ગિરનાર સુંદર વાતાવરણના નજારા વચ્ચે પોતાનો સમય વિતાવતા હોય છે.
હવે તેઓ ટૂંક સમયમાં લંડન માં રહેતા ગુજરાતવાસીઓને લોકસાહિત્યની મોજ કરાવવા માટે જઈ રહ્યા છે જેનો વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો અને તેમાં કહ્યું હતું કે હવે તેઓ લંડનમાં રહેતા ગુજરાતવાસીઓને લોકસાહિત્યની મોજ કરાવવા માટે આવી રહ્યા છે આ સાથે જ તમામ લોકોએ પોતાના ઉત્સાહ અને આતુરતા વ્યક્ત કર્યો હતો. રાજભા ગઢવીને આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જાય છે તથા તેમણે પણ લોકસાહિત્યના વારસાને દેશ દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યો છે આ કારણથી જ આજે ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને તેમની સાહિત્ય વિદેશના દેશોમાં પણ જોવા મળે છે જેમાં રાજભા ગઢવીએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે હાલમાં તો તેઓએ પોતાના પરિવાર સાથે ગાંડી ગીરની મુલાકાત લીધી હતી અને કુદરતના સુંદર નજારા ની મજા માણી હતી.