3 idiots ફિલ્મનો રાજુ રસ્તોગી આ ગુજરાતી ફિલ્મની અંદર થઈ ગયો પ્રેગનેટ, જુઓ એવું તો શું છે આ ફિલ્મમાં ખાસ…

ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ અત્યારે ચાલી રહ્યો છે. એક પછી એક ગુજરાતી ફિલ્મો આવી રહી છે. આ દરેક ગુજરાતી ફિલ્મો પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ઘણી ગુજરાતી ફિલ્મોએ ઈતિહાસ રચ્યો છે ત્યારે કલાકારો ભવિષ્યમાં ખૂબ જ અસરકારક ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોના કલાકારો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બોલિવૂડ એક્ટર શરમન જોશીની ગુજરાતી ફિલ્મ ‘અભિનંદન’ થોડા દિવસોમાં આવી રહી છે.

આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતાં જ દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મમાં શરમન સાથે અભિનેત્રી માનસી પારેખ પણ જોવા મળશે. માનહિક પારેખે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે. દર્શકો પણ માનસી પારેખને ઘણો પ્રેમ કરી રહ્યા છે.

અભિનંદનનું ટ્રેલર લૉન્ચ થતાં જ લોકો ફિલ્મમાં નવી પ્રકારની વાર્તા જોવા માટે ઉત્સુક છે. આ ટ્રેલર જોઈને ફિલ્મની વાર્તાનો થોડો ખ્યાલ આવે છે. ટ્રેલર મુજબ, શરમન જોશી અને માનસી પારેખ પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમની વચ્ચે ગાઢ પ્રેમ છે.

પરિવારને આશા છે કે દંપતીને સંતાન થશે. પરંતુ માનસીમાંથી રાગિણી કેટલીક શારીરિક સમસ્યાને કારણે માતા બની શકતી નથી. આથી શર્મન જોષી ડોક્ટરની મદદથી સર્જરી દ્વારા ગર્ભવતી થાય છે અને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે.

તે બાળકને જન્મ આપે છે કે નહીં? તે તો આ ફિલ્મ દ્વારા જ ખબર પડશે. આ ફિલ્મ એક અલગ થીમ સાથે આવી છે અને તેના કારણે દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મ યુવા દિગ્દર્શક રેહાન ચૌધરીએ લખી છે અને નિર્દેશિત કરી છે. દર્શકો માટે, આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 3 ફેબ્રુઆરીએ સિનેમા હોલમાં પ્રસારિત કરવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *