રાજુલાનો યુવક લઇ આવ્યો વિદેશી લાડી – હિન્દૂ રિતીરિવાજથી લગ્ન કર્યા, લોકો જોતા રહી ગયા…

આપણે સૌ લોકોએ અનોખા લગ્ન અનોખા વ્યક્તિ સાથે થતા જોયા જ હશે અને આપણે ત્યાં એવું પણ સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે અથવા તો કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. હાલના સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયા દ્વારા પ્રેમના બંધનમાં બંધાતા હોય છે.

હાલના સમયમાં એવું સાંભળ્યું હશે કે વિદેશી યુવાન યુવતીઓ અથવા તો કે ભારતીય યુવાન યુવતીઓ એકબીજા સાથે પ્રેમ સંબંધ બાંધતા હોય છે અને આવા લગ્ન હિન્દુ રીત રિવાજ પ્રમાણે યોજાતા હોય છે ત્યારે આવા જ એક લગ્ન રાજુલા માંથી થયા છે.

મળતા સમાચાર અનુસાર મૂળ રાજુલાનો અને વર્ષ 2018માં કેનેડા ની અંદર અભ્યાસ કરવા માટે ગયેલા જય પંડ્યા નામના યુવકને મૂળ ફિલિપાઇન્સ ની અને કેનેડામાં તેની સાથે અભ્યાસ કરતી જીવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને પ્રેમ થતાની સાથે જ બંને લગ્ન કરવાનું વિચાર્યું હતું. બંને તરફથી સંમતિ મળતાની સાથે જ યુવતી કોલિન નો પરિવાર ભારત આવ્યા હતા અને બંને હિન્દુ રીત રિવાજ અને ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કર્યા હતા.

આ લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ ખૂબ ધામધૂમથી રાજુલામાં યોજવામાં આવ્યા હતા અને આ અનોખા લગ્નની તસવીર સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી હતી. અને લોકોએ ખૂબ કમેન્ટ્સ પણ કરી હતી.

જય અને કોલિન બંને કેનેડામાં સાથે જ રહેતા હતા અને અભ્યાસ પૂર્ણ થતા બંને એક સાથે જ નોકરી પણ કરતા હતા ત્યારે બંનેની આંખ મળી હતી અને તેઓ બંને પ્રેમ સંબંધમાં બંધાયા હતા. પ્રેમ સંબંધમાં બંધાયા બાદ બંનેએ ધાર્મિક વિધિ અનુસાર સાત ફેરા લઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી અને પરિવારમાં પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *