વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ની થઈ ભવ્ય ઉજવણી તમે પણ તસવીરો જોઈને ખુશ થઈ જશો
સમગ્ર ભારતમાં 22 જાન્યુઆરી 2023 આ દિવસ દરેક ભારતવાસીઓ માટે સોના કરતાં પણ વિશેષ હતો. કારણકે લાંબા વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યાના નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા. દરેક લોકોએ આ ઉત્સવ દિવાળીની જેમ મનાવ્યો હતો ગલી ગલી મહોલ્લા મહોલ્લામાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નામ મહોત્સવમાં અનેક દિવ્ય તથા દેશ વિદેશથી મહિમાનોએ હાજરી આપી હતી તેની સાથે સાથે દરેક મંદિરના સાધુ સંતો અને મહંતો પણ આ મંદિરમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે 22 જાન્યુઆરી 2024 નો આ દિવસ હવેથી દિવાળીની જેમ મનાવવામાં આવશે દરેક ભારતવાસીઓ માટે આ એક દિવાળી જ હશે દરેક લોકોએ આ દિવસને તહેવાર બનાવી દીધો હતો તથા ઘરે ઘરે દીવા પ્રગટતા પણ આપણી નજરે પડ્યા હતા.
22 જાન્યુઆરી 2024 ના આ પાવન પર્વ પર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના ગર્ભ રૂમમાં પહોંચ્યા હતા ત્યારબાદ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત કરી હતી. તેમાં પંડિતોએ ભારતીય શાસ્ત્રો મુજબ વિધિ કરી હતી ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસે આરએસએસના વડા મોહન ભાગવત આ મહોત્સવમાં હાજર રહ્યા હતા તેની સાથે સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ તમામ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા તથા તેને દરેક ધાર્મિક વિધિમાં ભાગ પણ લીધો હતો. ત્યારબાદ સાંજનો નજારો અયોધ્યામાં ક્યારેય ના ભૂલી શકાય તેવો બન્યો હતો કારણ કે જ્યાં જુઓ ત્યાં દીવાઓ પ્રગટતા જોવા મળ્યા હતા તેની સાથે સાથે સમગ્ર દેશનો માહોલ દિવાળી જેવો બની ગયો હતો.
ત્યારબાદ આ ઉત્સવ અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ઘરથી માંડીને સમગ્ર અયોધ્યા સજાવિ હતી તેની સાથે સાથે સમગ્ર દેશ જાણે એક નવા યુગની શરૂઆત કરી રહ્યો હોય તેવું લાગતું હતું .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે 22 જાન્યુઆરી 2023 થી સમગ્ર ભારતમાં એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં તમામ ભારતવાસીઓ આજે સાક્ષી બન્યા છે કારણ કે આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા વર્ષ બાદ પરિવાર ભારતમાં આવેલ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જે તમામ ભક્તોના દુઃખ હરી મનોકામના પૂર્ણ કરશે તે માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય રીતે સ્વાગત થવું જોઈએ.
તે માટે જ દરેક ભારતવાસીઓએ તેમાં પૂરતો સાત અને સહકાર આપ્યો હતો . વડાપ્રધાનની સાથે કેબિનેટમાં તેમના સાથીદારો પણ જોવા મળ્યા હતા. જેમણે શ્રીરામ જ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા હતા વડાપ્રધાન મોદી એટ્વિટ કરતાં લખ્યું કે હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના સ્વાગત માટે તમામ ઘરે દીવા પ્રગટાવવા જોઈએ તેની સાથે સાથે લોકોએ જય શ્રી રામના નારા પર લગાવ્યા હતા અને સમગ્ર ભારત માજ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતવાસીઓએ ભગવો લહેરાવી દીધો હતો જે દરેક ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન તમામ ભારતવાસીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.