અયોધ્યા મંદિરના આંગણામાં રામ સીયારામ ભજન ગાય સોનુ નિગમ એ સૌને મોહિત કરી દીધા
22 જાન્યુઆરી 2024 નો આ પવિત્ર દિવસ લાંબા વર્ષ રાહ જોયા બાદ આખરે આવી ગયો છે આ ઉત્સવને વધારવા માટે તમામ ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યા એરપોર્ટ પર 22 જાન્યુઆરી પહેલા જ અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી થઈ ચૂકી છે. રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક કાર્યક્રમમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાશે જેમાં અનેક લોકો હાજરી આપશે તથા ભારતના ખૂણે ખૂણે ધામધૂમથી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. દરેક ભારતવાસીઓ દિવાળીના તહેવારની જેમ જ આ ઉત્સવની ઉજવણી કરશે લાંબા વર્ષના સંઘર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે સમગ્ર વિશ્વમાં સંગીતનો ડંકો વગાડનાર સોનુ નિગમ પણ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે પહોંચ્યા હતા.
Sonu nigam 🔥 🔥 pic.twitter.com/cfaNpITR6j
— memes_hallabol (@memes_hallabol) January 22, 2024
જ્યાં તેનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સોનુ નિગમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તે તેના સંગીતના કારણે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેનું સંગીત એ માત્ર સંગીત નહીં પરંતુ મનની શાંતિ છે. તેના મુખમાંથી નીકળેલા દરેક સંગીતના શબ્દો દિલને સ્પર્ચી જાય છે તેથી જ તેના સુર આજે દરેક ભારતીયોના દિલમાં ગુંજી રહ્યા છે સોનુ નિગમ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના નામની નામના મેળવી છે. તે દરેક ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે ખરેખર આવા જ લોકો સંગીત કળા ને ખૂબ જ આગળ વધારે છે સોનુ નિગમ ને પણ અયોધ્યા રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આમંત્રણ સાથે જ તેણે પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી તથા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પહોંચી ગયો હતો. જ્યાં તેમને સ્ટેજ ઉપર મંગલભવન અમંગલ હારી આ ગીત ગાયને સૌ લોકોને મોહિત કરી દીધા હતા. રામનું આ ભજન લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું તેમાં પણ સોનુ નિગમનો સૂરતો સૌ લોકોને મોહિત કરી દે છે ત્યારે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં સોનુ નિગમે પોતાનો સુર ભગવાન શ્રીરામના ભજનથી રેલાવી દીધો હતો.
લોકોએ તેના સૂરના પણ ખૂબ જ વખાણ કર્યા હતા સોનુ નિગમ એ પણ કહ્યું હતું કે આ માત્ર મારો સુર નથી પરંતુ ભગવાન શ્રીરામના આશીર્વાદ છે આ મંદિર ધર્મ સંસ્કાર અને આસ્થાનું પ્રતીક બની રહેશે મને આ ભવ્ય ક્ષણનો લાભ મળ્યો તે માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું તેના સૂરને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અયોધ્યા ભગવાન શ્રીરામના પ્રાંગણમાં મને મારી કળા પ્રસ્તુત કરવાનો અવસર પ્રાપ્ત થયો તે માટે હું ખૂબ જ ભાગ્યવાન છું.