ઇતિહાસમાં પ્રથમવાર UNO માં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું થયું આયોજન, વિદેશમાં Aiની મદદથી અંગ્રેજીમાં કથા સાંભળી શકાશે જુઓ અન્ય શું છે ખાસ

આજના સમયમાં હિન્દુ ધર્મ સંસ્કારો અને સંસ્કૃતિ માત્ર ભારત દેશમાં ને પરંતુ વિદેશના ખૂણે ખૂણે સુધી પ્રસરી રહી છે આજે ભારતીય ધર્મની તાકાત વિદેશના દેશો પણ પોતાના નજરે નિહાળી રહ્યા છે આ કારણથી જ આજના સમયમાં વિદેશની ધરતીમાં પણ અનેક ભાગવત કથા રામકથા તથા અન્ય કથાનું ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે આયોજન કરવામાં આવે છે આ માહોલ વચ્ચે પરમ પૂજ્ય રામકથાકાર મોરારીબાપુની કથા નું આયોજન યુનોમાં થવા જઈ રહ્યું છે આ સમાચાર માત્ર ધર્મપ્રેમી જનતા માટે નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ પરંપરા માટે ખૂબ જ ગર્વના છે.

UNO એટલે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડકવાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન થવું એ ન માત્ર ભારત પણ અધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનઓ તે આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે જેમાં ૧૯૩ દેશો સદસ્ય છે. ભારતના કોઈ કથાકાર જ નહીં પણ કોઈપણ અધ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડકવાર્ટરમાં સત્સંગ કરી શકે. મોરારિબાપુની આ ૯૪૦મી રામકથા છે. રામકથાકાર મોરારિબાપુની ૯ દિવસની રામકથાનું આયોજન ૨૭ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. મોરારિબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યેદુનિયાના દેશોની દ્રષ્ટિ ઉદારતાભરી છે.

આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે, દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે, રામ ચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે તેનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ કથા એ દોરમાં થવા જઈ રહી છે જયારે એક તા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થા છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. નહીં. બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશ આંત હિંસાનો શિકાર બની રહ્યા છે. એવામાં સત્ય, કરુણાની વાત કરનારા કથાકાર મોરારિબાપુની યુએનઓ હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે જે દુનિયાને રામ ચરિત માનસમાંથી શાંતિનો સંદેશો પાઠવશે.

આ કથા નું આમંત્રણ અમેરિકાના અલગ અલગ શહેરોમાં મોટી સ્ક્રીન પર લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આજે ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને ધર્મ વિદેશની ધરતીમાં પણ ઉજાગર થઈ રહ્યા છે ખરેખર આ દ્રશ્ય એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા. આ કાર્ય માત્ર ભગવાનની શક્તિ ભક્તિ અને તેમના પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાને કારણે જ શક્ય બન્યું છે અત્યાર સુધી આપણે સૌ લોકોએ માત્ર ભારત દેશમાં અલગ અલગ રાજ્યો અને શહેરોમાં જ કથાનું આયોજન જોયું હશે પરંતુ સૌપ્રથમવાર રામકથાકાર પૂજ્ય ગુરુ શ્રી મોરારીબાપુની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભવ્યથી અતિ ભવ્ય ધર્મપ્રેમી ભક્તોના સાથ સહકાર અને સાધુ સંતો અને મહંતોના આશીર્વાદને કારણે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે.

હવે આપને જણાવી દઈએ કે ભારતમાં કથાનું લાઈવ પ્રસારણ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?મોરારિબાપુની કથા ન્યૂયોર્કના યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે. ભારત અને અમેરિકાના સમય અલગ અલગ છે એટલે ભારતમાં ક્યારે અને કઈ યુટ્યુબ ચેનલમાં કથા જોવા, સાંભળવા મળશે તે નોંધી રાખો. યુટ્યુબ ચેનલનું लाम छे- VEDIC Channel Chitrakoot Dham Talgajarda. तेभन માનો કે તમારે આસ્થા ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ જોવું હોય તો ૨૮ જુલાઈથી ૫ ઓગસ્ટ સુધી ભારતીય સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી જોઈ શકાશે.

મોરારી બાપુએ કહ્યું, “રામચરિતમાનસનો કરિશ્મા આપણને બધાને અહીં લાવ્યો છે. ઘણા વર્ષો પહેલા, મેં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની ઇમારતની પરિક્રમા કરી હતી. તે સમયે, મેં સંયુક્ત રાષ્ટ્રની અંદર કથા કરવાનું વિચાર્યું ન હતું, પરંતુ કથાએ તેની ઈચ્છા કરી હશે, અને તેથી અમે અહીં છીએ.”

પૂજ્ય મોરારીબાપુ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રામ કથા તમામ ભારતીયોની સદ્ભાવના લાવે છે, તે દર્શાવે છે કે તે શક્તિનો પ્રદર્શન નથી પરંતુ આધ્યાત્મિક પ્રવચન છે. “જે ઐતિહાસિક છે તે જૂનું અને ક્ષીણ થઈ શકે છે, પરંતુ જે આધ્યાત્મિક છે તે શાશ્વત રહે છે,” તેમણે હિન્દુ ધર્મ સનાતન ધર્મ હોવાના સંદર્ભમાં ઉમેર્યું. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપવા બદલ યુએન સેક્રેટરી-જનરલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *