રણવીર કપૂર આગામી ફિલ્મ રામાયણને સફળ બનાવવા માટે કરી રહ્યો છે તનતોડ મહેનત રણવીર કપૂર એ રામાયણ ફિલ્મ વિશે એવું કહ્યું કે….

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં રામાયણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ જોવા માટે તમામ દર્શક મિત્રો ખૂબ જ ઉત્સુક છે. તેમાં પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા રણવીર કપૂર ફિલ્મ અને સફળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરી રહ્યા છે જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રણવીર કપૂર ફિટનેસ પર પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે જેથી કરીને આવનારી રામાયણ ફિલ્મમાં પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવી શકે જેને કારણે દર્શક મિત્રોની ઉમ્મીદ પણ ટકી રહે કારણકે રણબીર કપૂરના દરેક ચાહકો તેમને રામાયણ ફિલ્મમાં ખૂબ જ સારા અંદાજમાં જોવા માંગે છે આ તમામ લોકોને ઈચ્છા ને ધ્યાનમાં રાખી રણવીર કપૂર અત્યારથી જ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે.

આ તમામ તસવીરોમાં રણવીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ તથા તેની દીકરી રાહા પણ તેમને મદદ કરી રહી છે. રણવીર કપૂર પોતાની તમામ એક્શનમાં ફીટ થવા માટે પર્વતારોહણની પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે જેને કારણે તે દરેક રોલ ખૂબ સારી રીતે નિભાવી શકે.

રણબીર કપૂરના કહેવા અનુસાર તે પોતાના ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે કારણકે દરેક ફિલ્મમાં એક્ટિંગની સાથે સાથે ફિટનેસ પણ તમને સફળ બનવામાં મદદરૂપ થાય છે તેવું રણબીર કપૂર એ કહ્યું હતું આ કાર્યમાં તેની પત્ની અને તેની દીકરી પણ તેમને ખૂબ જ મદદ કરી રહી છે રણવીર કપૂર એ પણ કહ્યું હતું કે દરેક ફિલ્મની સફળતા માટે માત્ર હું જ નહીં પરંતુ મારો પરિવાર પણ ભાગીદાર હોય છે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને સફળ બનાવવા માટે મારો પરિવાર પણ મને મદદ કરી રહ્યો છે હાલમાં તો રણવીર કપૂરના ફિટનેસને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

જોકે રામાયણ ફિલ્મને લઈ રણબીર કપૂરના પાત્ર ની ખૂબ જ તેના ચાહકો વચ્ચે અટકડો ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે રણવીર કપૂર આવનારી રામાયણ ફિલ્મ પોતાનું કયું પાત્ર પસંદ કરે છે. હાલમાં તો આ ફિલ્મને સફળ બનાવવા માટે અનેક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને રામાયણ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ બનવામાં સફળતા મેળવી શકે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *