|

ઉજ્જૈન મંદિરમાં રવીના ટંડન અને તેમની પુત્રી એ ભક્તિ ભાવ સાથે મહાકાલ ભગવાનના દર્શન કર્યા,પહેરવેશ જોઈ ચાહકો ખુશ થઇ ગયા જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણો છો કે બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટંડન ભગવાન પ્રત્યે ખૂબ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે આ કારણથી જ તેમને દરેક ફિલ્મમાં ખૂબ સફળતા મળે છે અને આજે પણ તે લાખોના દિલમાં રાજ કરી રહી છે તે અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લીધી જોવા મળે છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે. હાલમાં તેણે પોતાની પુત્રી સાથે ઉજ્જૈન મહાકાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રવિના ટંડન પોતાની પુત્રી સાથે સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં મહાકાલ ભગવાનના સાનિધ્યમાં જોવા મળે છે આ સાથે તેણે માથામાં તિલક પણ લગાવ્યું છે તેના પરથી સાબિત થાય છે કે રવિના ટંડન આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સાથે હંમેશા જોડાયેલી રહે છે.

આ મંદિરમાં રવીના ટંડન લાલ કુર્તિમાં જોવા મળી રહી છે સાથે સાથે તેમની પુત્રી પણ પીળી કુર્તી માં નજરે પડી હતી. આ સાથે સાથે રવીના ટંડન અને તેમની પુત્રીમાં સંપૂર્ણ ભક્તિભાવ જોવા મળ્યો હતો. આ બાદ તેમણે પૂજા અને મહા આરતી નો પણ લાભ લીધો હતો. અભિનેત્રી મહાદેવ પ્રત્યે અતુટ આસ્થા ધરાવે છે. આ પહેલા પણ રવિના ટંડન અને તેમની પુત્રીએ અનેક જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.

આ બાદ હવે પરિવાર રવીના ટંડન પોતાની પુત્રી સાથે ઉજ્જૈન મહાકાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તસવીરોને અત્યાર સુધી 4000 કરતા પણ વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે લોકોએ કોમેન્ટ દ્વારા તેમના સંસ્કાર અને સંસ્કૃતિના વખાણ કર્યા હતા આ સાથે સાથે લોકોએ હર હર મહાદેવ અને જય મહાકાલ ના નાદ પણ લગાવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *