રવિના ટંડન અને તેમની પુત્રીની હંગેરીના બુડાપેસ્ટમાં વેકેશનની તસવીરો થઈ વાયરલ સફેદ ક્રોપ ટોપમાં પુત્રી રાશા એ માતા સાથે આપ્યા પોઝ
હાલના સમયમાં બોલીવુડના અનેક અભિનેત્રી અને અભિનેતાઓ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા છે થોડા સમય પહેલા જ રવિના ટંડન અને તેમની પુત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંગેરીના બુડાપેસ્ટમાં પોતાના વેકેશનની મજા માણી રહ્યા હતા તેની તસવીરો શેર કરી હતી. રવિના ટંડનને પોતાની પુત્રી સાથે યુરોપિયન શહેર ના કુદરતી ખૂબસૂરત વાતાવરણ વચ્ચે પોતાની પુત્રી સાથે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા.

આ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગી રહ્યું છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે રવિના ટંડન અવારનવાર પોતાની પુત્રી સાથે અનેક ધાર્મિક સ્થળ તથા ફરવાલાયક સ્થળ અને દેશની મુલાકાત લેતી જોવા મળે છે આ કારણથી જ માતા પુત્રી ની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં લોકોને ખૂબ જ પસંદ આવે છે.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રવિના ખુલ્લા વાળ સાથે આછા મેકઅપના દેખાવ સાથે ઓલિવ ગ્રીન કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે. જ્યારે તેમની પુત્રી રાશા કાળા ઝિપર અને મેચિંગ જોગર્સ સાથે જોડાયેલ સફેદ ક્રોપ ટોપમાં સજ્જ છે. અન્ય તસવીરોમાં રવિના અને તેની પુત્રી નજીકના મિત્રો સાથે ફોટોગ્રાફી કરાવતી જોવા મળે છે. આ તમામ તસવીરોમાં રાત્રિનો પણ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ રવિના અને તેમની પુત્રીએ શાનદાર હોટલમાં પોતાનો સમય વિતાવ્યો હતો. આ તસવીરો રવિનાએ શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે “બધુ કામ એક દિવસમાં! #બુડાપેસ્ટ.”એક જ દિવસની આ સફર રવિના અને તેની પુત્રી માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી.

આ તમામ તસવીરોમાં રવિના અને તેમની પુત્રીની સુંદરતા એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા લોકોએ કોમેન્ટ ના માધ્યમથી બંનેની ખૂબસૂરતીના મન ભરીને વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે 49 વર્ષની ઉંમરે પણ રવિના આજે પણ 21 વર્ષની યુવાન યુવતી દેખાઈ રહી છે.અન્ય એક વ્યક્તિએ લખ્યું કે રવિના અને તેની પુત્રી દુનિયાની રૂપસુંદરીઓ છે. આ તસવીરને અત્યાર સુધી લાખો ની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે.

રવિના જે દિવંગત નિર્દેશક રવિ ટંડનની પુત્રી છે.તેણે 1991ની એક્શન ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણીએ ‘દિલવાલે’, ‘ખિલાડીયો કા ખિલાડી’, ‘ઝિદ્દી’, ‘લાડલા’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘દુલ્હે રાજા’ અને ‘અનારી નંબર 1’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તાજેતરના વર્ષોમાં અભિનેત્રીએ કન્નડ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ માં અભિનય કર્યો હતો, જે પ્રશાંત નીલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત હતી અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ વિજય કિરાગંદુર દ્વારા નિર્મિત હતી. કલાકારોમાં યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ વગેરેનો સમાવેશ થાય છે.