રવિના ટંડને સોશિયલ મીડિયામાં તસવીર સાથે કેપ્શન લખી લોકોને પર્યાવરણ બાબતે જાગૃત કર્યા જુઓ વાયરલ તસવીરો
અભિનેત્રી રવિના ટંડન અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ અભિનેત્રીએ દરેક ફિલ્મોમાં પોતાનો અભિનય કરી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે આ ફિલ્મો રવિના ટંડનના અભિનયને કારણે ખૂબ જ સુપરહિટ બનતા હોય છે. અભિનેત્રી અનેક વાર મંદિરોની મુલાકાત લેતી પણ જોવા મળે છે આથી જ કહી શકાય કે અભિનેત્રી પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલી રહે છે.
અભિનેત્રીએ થોડા સમય પહેલા જ પર્યાવરણ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી જેમાં તે કુદરતી વાતાવરણની આસપાસ જોવા મળી હતી અને પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને વૃક્ષો બચાવવા માટે જાગૃત કર્યા હતા. ખરેખર એક બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી હોવા છતાં પણ પોતાના પર્યાવરણની રક્ષા કરવાનું ત્યારે ભૂલતી નથી અને દેશ સેવાના કાર્યમાં હંમેશા આગળ રહે છે આ કારણથી જ આજે તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. અભિનેત્રીએ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો સાથે તસવીરો શેર કરી કેપ્શન દ્વારા અનોખો સંદેશ આપ્યો હતો.
અભિનેત્રીએ તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે! તમારામાંથી જેઓ જાણતા ન હતા તેમના માટે! તે એક રીમાઇન્ડર છે કે દરરોજ તમે આપણા ગ્રહને બચાવવા અને બચાવવા માટે તમારું કંઈક કરી શકો છો. આપણને આવા સુંદર જંગલો, વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ભેટ મળી છે. કમનસીબે, મને લાગે છે કે અમે તેને ગ્રાન્ટેડ લઈએ છીએ. શું તમને નથી લાગતું કે આ વર્ષે ખરેખર ગરમી છે? તેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે- અને આપણને ગમે કે ન ગમે તે આપણા કારણે જ છે.
આ બાદ વધુ જણાવતા કહ્યું હતું કે તેથી પર્યાવરણને મદદ કરીને, તમે માત્ર તમારા ગ્રહ, છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓને બચાવી રહ્યાં નથી, તમે તમારી જાતને પણ મદદ કરી રહ્યાં છો. ત્યાં ઘણી બધી સરળ રીતો છે જેમાં તમે મદદ કરી શકો છો- પ્લાસ્ટિક ટાળો, તમારા ઘરમાં રિસાયકલ બિન રાખો, જ્યારે તમે રૂમમાંથી બહાર નીકળો, કારપૂલ કરો, ઝાડ વાવો ત્યારે ઘણી વખત લાઇટ સ્વિચ કરો, પછી ભલે તે તમારા બેકયાર્ડમાં એક નાનું, નાનું હોય.
છેલ્લે, ઇકો-ફ્રેન્ડલી બ્રાન્ડને સમર્થન આપો અથવા આપણા ગ્રહને બચાવવા માટે કામ કરતી ચેરિટીને દાન આપો. તે ખરેખર એટલું અઘરું નથી. અમે ફક્ત અમારી જાતને મદદ કરીશું અને આશા છે કે આ ગ્રહ લાંબા સમય સુધી વધુ ટકાઉ જીવન મેળવશે. આમ કહી લોકોને પર્યાવરણ બાબતે જાગૃત કરી અનોખો સંદેશ આપ્યો હતો અને સાચા અર્થમાં પર્યાવરણ દિવસની સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઉજવણી કરી હતી.