ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા સૌથી દુઃખદ સમાચાર ફિલ્મનું શૂટિંગ કરીને પાછી આવતી વખતે મશહૂર વિલન ને નડ્યો ભયંકર અકસ્માત ટૂંક સમયમાં ફિલ્મ ની આ જાણીતી અભિનેત્રી સાથે થવાની હતી સગાઈ પરંતુ તે જ દિવસે મળ્યું દર્દનાક મોત
હાલના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમયમાં હાલમાં જ અનેક ફિલ્મોમાં વિલન તરીકે પાત્ર ભજવનાર અભિનેતા નું ખૂબ જ દર્દનાક રીતે મોત થયું છે જેને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો હતો. ચાહકોને આ વાતની ખબર પડતાની સાથે જ ખૂબ જ દુઃખની લાગણીમાં ગરકાવ થયા હતા.
40 વર્ષના છત્તીસગઢના અભિનેતા સુરજ મહેર નો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે મૃત્યુ થયું છે. સુરજ પોતાની આવનારી ફિલ્મ આખરી ફેસલા નું શૂટિંગ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક જ સામે આવતા મોટા વાહન સાથે અથડામણ થતા તેઓ મોતને ભેટ્યા હતા.
થોડા સમય બાદ સૂરજની સગાઈ પણ થવાની હતી. આ અકસ્માતની ઘટના ખૂબ જ મોડી રાત્રે થઈ હતી. પીપર દુલા નજીક સરસીવા વિસ્તારમાંથી આવી રહેલા પીકપ એ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર મારતા ની સાથે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમને અનેક સુપરહિટ છત્તીસગઢની ફિલ્મોમાં વિલન તરીકે કામ કર્યું છે લોકોને તેમનો રોલ ખૂબ જ પસંદ આવતો હતો.
જોકે આ અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને બચાવવાના અને પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા આખરે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા મૃત્યુના સમાચાર સાંભળી સમગ્ર છત્તીસગઢમાં તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો હતો અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ આ મૃત્યુ અંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુરજના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો હોવાથી મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ તેના ઘરની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. હાલમાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ સૌથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.