|

યોગ્ય શરૂઆતથી યોગ્ય સફળતા

જીવનમાં સફળ થવા માટે કોઈપણ કાર્ય ની શરૂઆત જ આપણા માટે મહત્વની બની જતી હોય છે પરંતુ દરેક વ્યક્તિ કોઈપણ કાર્યની શરૂઆત સફળ રીતે કરી નથી શકતો તેથી જ તે આખરે પોતાના લક્ષ્ય કે સફળતાના શિખરો સુધી પહોંચવામાં નિષ્ફળ રહે છે. પરંતુ સાચા અર્થમાં કોઈ પણ કાર્યની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને દરેક વ્યક્તિ આજના સમયમાં સફળ બની શકે તે દરેક વ્યક્તિ માટે પ્રશ્ન બન્યો છે. ખરેખર કોઈપણ કાર્યની શરૂઆત પોતાને પડકારોથી ટેવ પાડીને કરવી જોઈએ કારણકે જો આપણે ખુદ જ કોઈપણ પડકારનો સામનો કરવામાં નિષ્ફળ રહીશું તો આપને આવનારા સમયમાં કોઈ પણ કાર્યને સિદ્ધ કરી શકીશું નહીં.

તેથી જ આપણામાં પૂરતો આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણા ઈષ્ટદેવ તથા દેવી-દેવતાઓની નમસ્કાર તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શુભ કાર્યના આશીર્વાદ માંગી કાર્યની શરૂઆત કરવી જોઈએ. જેથી કરીને આપણામાં અતૂટ અને અખૂટ બળનો વ્યવહાર શરૂ થાય છે. ત્યારબાદ કોઈપણ ધાર્મિક ગ્રંથ વાંચીને તેમાંથી સારા વિચારો આપણા મનમાં ભરવા જોઈએ જેથી કરીને કોઈ પણ જાતના નકારાત્મક વિચારો આપણા જીવનમાં આવી શકતા નથી કારણ કે કોઈ પણ કાર્યની યોગ્ય શરૂઆત કરવા માટે સારા વિચારો તથા હકારાત્મક વિચારો હોવા ખૂબ જ જરૂરી છે કારણ કે હકારાત્મક વિચાર વાળો માનવી જ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને ઉભો રાખી શકે છે અને તેમાંથી બહાર નીકળી શકે છે.

પરંતુ નકારાત્મક વિચાર વાળો વ્યક્તિ જલ્દીથી કોઈપણ કાર્યમાં હારી જતો હોય છે જેથી કરીને તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાના શુભ કાર્યની શરૂઆતમાં સારા વ્યક્તિઓનું હોવું ખૂબ જ જરૂરી છે. તેથી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જ સારા વ્યક્તિઓ પાસે સંબંધ રાખવો તથા તેના વિચારો આપણા જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યાર સુધીના કોઈ પણ સફળ વ્યક્તિઓ નકારાત્મક વિચારવાળા વ્યક્તિ પાસે આપણને જોવા મળ્યા નથી. તેઓ હંમેશા સફળ વ્યક્તિઓ પાસે કોઈને કોઈ વાત શીખી પોતાના જીવનમાં બદલાવ લાવતા હોય છે તેથી જ સારા વ્યક્તિઓના સંઘમાં રહેવું આપણી સફળતામાં ખૂબ જ જરૂરી બની જતું હોય છે. તેથી જ સારા વ્યક્તિઓના સંઘમાં રહેવું જોઈએ આ સફળતાનું એક મુખ્ય પાયો છે

કારણ કે જેવા લોકો આપણી આસપાસ હશે આપણે પણ તેવા જ રંગમાં રંગાઈ જઈશું તેથી જ આપણે નક્કી કરવાનું રહેશે કે આપણે કેવા વ્યક્તિઓની સાથે રહીશું તો આપણે એક દિવસ સફળતાના શિખરે પહોંચી શકીશું ત્યારબાદ આપણા કાર્ય પ્રત્યેની નિષ્ઠા તથા ફરજો ને જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણીવાર વ્યક્તિ પોતાના વધારે પડતા કાર્યને લીધે આળસુ બની જતું હોય છે આ આળસને લીધે જ તે કોઈપણ કાર્ય પૂરતા સમયમાં સિદ્ધ કરી શકતો નથી તેથી આપણા જીવનમાં આળસ દૂર કરવી જરૂરી બની છે ત્યારબાદ શરૂઆતમાં આપણને આપણા ધનનું મહત્વ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણીવાર જ્યારે વ્યક્તિ પાસે વધારે પડતું ધન આવી જતું હોય છે ત્યારે તે અભિમાનમાં આવીને તમામ ધનને વેડફી નાખતો હોય છે અંતે તેને પછતાવાનો વારો આવે છે અને તેને પોતાનું લક્ષ પૂરું કરવાનો પણ વિચાર આવતો નથી કારણ કે તેની પાસે કોઈ પણ જાતની મૂડી અથવા તો કે ધન રહેતું હોતું નથી આ તમામ વિચારોને મજબૂત રાખીને કોઈપણ કાર્યની શરૂઆત કરવી જોઈએ કારણ કે શરૂઆત જ તમારી સફળતાનું મુખ્ય કારણ બને છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *