બોલીવુડના ફેવરિટ કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની સાથે તેમના બાળકોએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા તેમનો પહેરવેશ જોઇ ચાહકોએ મન ભરીને કર્યા વખાણ
હાલના સમયમાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા દરેક ભક્તો માટે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. કારણ કે લાંબા વર્ષોના સંઘર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ 22 જાન્યુઆરી 2024 માં પાવન દિવસે ફરીથી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા.
આ દિવસથી લઇ આજ દિન સુધી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેમાં પણ બોલીવુડના અનેક અભિનેતા તથા અભિનેત્રીઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે.
હાલમાં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી વધારે લોકચાહના મેળવનાર કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનિલા ડિસુઝા એ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
તેમાં તેના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા તથા તેની સાદગીના મન ભરીને વખાણ કર્યા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રિતેશ દેશમુખ અને તેની પત્ની આ સાથે તેમના બાળકો એ ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા.
રીતેશ દેશમુખનો સમગ્ર પરિવાર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં અયોધ્યા મંદિર જોવા મળ્યો હતો વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રિતેશ દેશમુખે કેસરી રંગનું કુર્તું પહેર્યું છે આ સાથે તેમનો સમગ્ર પરિવાર ભારતીય પહેરવેશ માં જોવા મળ્યો હતો. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.