વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા પોતાની પત્ની રીતિકા અને પુત્રી સમાયરા સાથે વેકેશનની મજા માણતો જોવા મળ્યો સોશિયલ મીડિયામાં શેર કરી ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ટી 20 વર્લ્ડ કપમાં ભારત સાઉથ આફ્રિકા સામે જીત મેળવી વિશ્વવિજેતા બની ગયું છે આ જીત પાછળ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોહિત શર્માએ ખુબ જ શાનદાર પર્ફોમન્સ કરી ભારતને વિશ્વવિજેતા બનાવી તમામ ભારતીયના સપનાને સાકાર કર્યું છે.

આ બાદ રોહિત શર્મા યુએસની અનેક ઇવેન્ટમાં હાજર રહ્યો હતો ત્યારબાદ તેને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપી હતી આબાદ 21 જુલાઈ 2024 અને રવિવારના રોજ પોતાની પત્ની રીતિકા અને પુત્રી સમાયરા સાથેની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી આ તસવીરોના કેપ્ટનમાં લખ્યું હતું કે સ્વીચ ઓફ એન્ડ રીસેટ રોહિત શર્મા વર્લ્ડ કપ દરમિયાન ખૂબ જ વ્યસ્તતા પરંતુ વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ પોતાના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો આ બાદ તેઓ શ્રીલંકા સાથેની વન-ડે શ્રેણીમાં જોડાશે પરંતુ તે પહેલા પોતાના પરિવાર સાથે મજા માણી હતી.

આપને જણાવી દઈએ કે રોહિત શર્મા t20 વર્લ્ડ કપમાં જીત બાદ ખૂબ જ ભાવુક થતો જોવા મળ્યો હતો કારણ કે લાંબા વર્ષની આતુરતા અને ઉત્સાહ બાદ તમામ ભારતીય સાથે ભારતના તમામ ખેલાડીઓની આતુરતાનો અંત આવ્યો હતો આ જીતની ઉજવણી સમગ્ર દેશ દુનિયામાં જોવા મળી હતી રોહિત શર્મા ને પણ તમામ ભારતીય તરફથી ખૂબ સાથ સહકાર અને પ્રેમ જોવા મળ્યો હતો તમામ લોકોનો રોહિત શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા.

આ જીત બાદ રોહિત શર્મા સાથે સમગ્ર ભારતની ટીમ મુંબઈ ખાતે પહોંચી હતી જ્યાં ઓપન બસમાં તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્મા ની સમગ્ર ટીમ સાથે મુલાકાત કરી તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા આજે દરેક ભારતના લોકો માટે ખૂબ જ યાદગાર બની રહેશે રોહિત શર્મા t20 વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે સાબિત થયા હતા.

આજના સમયમાં રોહિત શર્મા ભારતની ટીમ માટે ખૂબ જ ઉત્તમ અને સફળ કેપ્ટન રહ્યા છે પરંતુ ફાઇનલમાં જીત સાથે જ રોહિત શર્માએ 2020 ક્રિકેટ મેચ માંથી નિવૃત્તિ જાહેર કરી હતી આ સમાચાર સાંભળી તમામ ચાહકો પણ ખૂબ જ નારાજ થયા હતા. પરંતુ રોહિત શર્મા અત્યાર સુધી ભારતની ટીમ માટે 20-20 મેચમાં ખૂબ જ પોતાની યોગદાન આપ્યું છે અને માત્ર એટલું જ નહીં પરંતુ અનેક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે રોહિત શર્મા આજે તમામ ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેઓ ક્રિકેટ ક્ષેત્રે હંમેશા સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે લોકોના દિલમાં હંમેશા સ્થાન મેળવશે હાલમાં તો તેઓ ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ પોતાના પરિવાર સાથે રજા નો આનંદ માણી રહ્યા છે આ તસ્વીરમાં પત્ની રીતે અને દીકરી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.
