રૂપ રૂપ નો અંબાર છે ચેન્નઈ સુપર કિંગ્સ ના નવા બનેલા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ની પત્ની તેમની પ્રેમ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય તેની પત્ની એવું કામ કરે છે કે….
હાલમાં ક્રિકેટનો તહેવાર તરીકે જાણીતી ipl શરૂ થઈ ચૂકી છે જેમાં દરેક ટીમો ખૂબ સારું પર્ફોમન્સ કરી આગળ વધી રહી છે. તેમાં પણ આઈપીએલની લોકપ્રિય ટીમ એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની પ્રથમ બે મેચ જીતીચૂકી છે અને તે સાથે જ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમ ટેબલ ટોપ પર બની ચૂકી છે જોકે ચેન્નઈ સુપર કિંગ્સ ગયા વર્ષે પણ ગુજરાત ટાઇટન સામે ફાઈનલ રમી વિજેતા બની હતી. ચેન્નઇ સુપરકિંગ iplમાં દર વર્ષે પોતાના ખેલાડીઓ સાથે રમી ખૂબ સારું પકોફોમન્સ કરે છે ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે પોતાનો કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડની નિમણૂક કરી છે.
આ પ્રથમ વર્ષે ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસી વગર રમી રહી છે. આ વર્ષે ચેન્નઇ સુપરકિંગ્સને એક નવો કેપ્ટન મળ્યો છે ઋતુરાજ ગાયકવાડ પણ ખૂબ જ સારી રીતે કેપ્ટનસી કરી રહ્યો છે. કેપ્ટન સી મળતાની સાથે જ ઋતુરાજ ગાયકવાડે ખૂબ સારું પરફોમન્સ સીએસકે સાથે રહી કર્યું છે ઋતુરાજ ગાયકવાડની ઉંમર માત્ર 27 વર્ષની છે પરંતુ તેણે 27 વર્ષના સંઘર્ષમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે ઋતુરાજ ગાયકવાડના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે અનેક લોકો તેને ભારતના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોઈ રહ્યા છે.
ઋતુરાજ ગાયકવાડ વિશે વાત કરીએ તો ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલમાં ચેમ્પિયન બન્યા બાદ ઋતુરાજ ગાયકવાડ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા તેણે મહિલા ક્રિકેટર ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા બંને લોકો ક્રિકેટર હોવાથી તેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ લગ્ન ત્રણ જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ના રિસોર્ટમાં થયા હતા આ લગ્નમાં અનેક ક્રિકેટરો તથા મહેમાનો હાજર રહ્યા હતા તથા તેમને લગ્નજીવનના આશીર્વાદ પણ આપ્યા હતા. બંને લોકો ક્રિકેટમાં ઓલ રાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડ ની પત્ની હાલમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન એન્ડ ફિટનેસ સાયન્સમાં અભ્યાસ કરી રહી છે.
ઋતુરાજ ગાયકવાડ ની પત્નીનો જન્મ 13 ઓક્ટોબર 1998 ના રોજ થયો હતો તેમને પણ 590 થી વધારે રન બનાવ્યા છે તથા તેણે ક્રિકેટ જગતમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.ઋતુરાજ ગાયકવાડે દેશ માટે 154 રન બનાવ્યા છે તેમાં ટી 20 માં અડધી સદી ફટકારી છે જોકે શરૂઆતમાં તેનું પર્ફોમન્સ સારો ન હતો પરંતુ ખૂબ પ્રેક્ટિસ કર્યા બાદ ક્રિકેટના સિતારા તરીકે તેને અલગ નામના મળી હતી હાલમાં આ જ સફળતાને કારણે તેઓ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન બની ચૂક્યા છે તેણે બે ફેબ્રુઆરી 2017 ના રોજ 2016 17 ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર માટે t20 ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણે ખૂબ સારું પર્ફોમન્સ કરી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. 2016 17 માં વિજય હજારે ટ્રોફીમાં 25 ફેબ્રુઆરી 2017 ના રોજ ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર માટે લિસ્ટ એમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેમને સાત મેચમાં 444 રન બનાવ્યા હતા.
ચેન્નઈ ટીમના સ્ટાર ઓપનર આજે 28 જુલાઈ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણે શ્રીલંકા સામે ટી ટ્વેન્ટી મેચ રમી પોતાની નામના ઉભી કરી હતી. તેમણે આ મેચમાં 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. ત્યારબાદ ipl 2019 ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેમને ખરીદ્યો હતો. આબાદ 2022 ipl મેગા ઓપ્શનમાં ઋતુરાજને ચેન્નઇ સુપરકિંગ્સે 6 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો હતો.ઋતુરાજ ગાયકવાડ આજના સમયમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે તેથી જ ક્રિકેટના અનેક સીતારાઓ તેની ખૂબ પ્રશંસાઓ કરે છે હવે જોવાનું એ રહ્યું કે કેપ્ટન સી તરીકે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સને કેવી રીતે આગળ લઈ જઈ શકે છે.