અંબાણી પરિવારના રજવાડી લગ્નમાં M.S ધોની, રોહિત શર્મા, DJ બ્રાવો ઇશાન કિશનએ આપી હાજરી સાથે અન્ય દિગ્ગજ ક્રિકેટરો જોવા મળ્યા
બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સાથે ક્રિકેટ સાથે જોડાયેલા અનેક ક્રિકેટરો પણ અંબાણી પરિવારના લગ્નમાં જોવા મળ્યા હતા. તેમાં એમ એસ ધોની ઇન્ડિયન કેપ્ટન રોહિત શર્મા તથા તેમના વાઈફ તેમની સાથે સાથે વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર ડીજે બ્રાવો પણ અંબાણી પરિવારના રજવાડી લગ્નમાં જોવા મળ્યા હતા.
એમ.એસ.ધોની જો કે છેલ્લા ઘણા સમયથી ઇન્ડિયન ક્રિકેટ ટીમથી દૂર થઈ ચૂક્યા છે તેથી જ તેમની ઝલક જોવા માટે જામનગર વાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. એમ.એસ. ધોની રેડ ટીશર્ટ અને બ્લેક જીન્સમાં ખૂબ જ રોકિંગ સ્ટાઇલમાં લાગી રહ્યા હતા તથા તેમની વાઈફ ક્રીમ કલરના ટોપમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. તેમની સાથે સાથે રોહિત શર્મા પણ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી હતી. જોકે રોહિત શર્મા નીતા અંબાણીની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રહી ચૂકેલા છે તેથી જ લોકોએ રોહિત શર્મા ની એન્ટ્રી ની સાથે જ મુંબઈ મુંબઈ કહી નારા લગાવ્યા હતા.
તેમની વાઈફ પણ બ્લેક કલરના પોશાકમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી. માત્ર ઇન્ડિયન ક્રિકેટરો જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા તેમાં વેસ્ટનડીઝ ટીમના ઓલરાઉન્ડર તથા ipl માં સીએસકે માં મુખ્ય બોલર તરીકેની ભૂમિકા ભજવનાર ડીજે બ્રાવો પણ અંબાણી પરિવારના ફંકશનમાં હાજરી આપી હતી તેઓ સંપૂર્ણ બ્લેક કલરના કપડામાં જોવા મળ્યા હતા. લોકોએ તેમને બ્રાવો બ્રાવો કહી સ્વાગત કર્યું હતું ડીજે બ્રાવો એ પણ જામનગર વાસીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો લગ્ન સ્થળ જાણે ક્રિકેટનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હોય તેવું લાગતું હતું આગળના સમયમાં પણ અનેક ક્રિકેટરો હાજરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં જોડાવા જઈ રહ્યા છે. તેના ભવ્ય અને શાહી લગ્નમાં દેશ વિદેશથી અનેક મહેમાનો પધારવાના છે તેને લઈને અંબાણી પરિવાર એ પહેલેથી જ વ્યવસ્થા કરી છે. જેને કારણે લગ્નમાં આવનારા મહેમાનોને કોઈપણ જાતની અગવડતાના સર્જાય તે પહેલા જામનગર શહેરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રી-વેડિંગ ફંક્શન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે સમગ્ર અંબાણી પરિવારે અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી તથા ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી.
તેમની સાથે સાથે ગામના બાળકો ને જમણવાર પણ કરાવ્યું હતું તેમની સાથે સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરામાં સમગ્ર ગુજરાતમાં લોકસંગીતનો ડંકો વગાડનાર કિર્તીદાન ગઢવી એ લોક ડાયરાની રમઝટ જમાવી હતી. આ ભવ્ય લોક ડાયરામાં સમગ્ર અંબાણી પરિવાર પણ હાજર રહ્યો હતો. આ લગ્નમાં હાજરી આપવા માટે અત્યારથી જ મહેમાનો ની એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. જામનગર ખાતે બોલીવુડ ઇન્ડસ્ટ્રી જાણે ઉમટી પડી હોય તેઓ નજારો જોવા મળ્યો હતો ત્યારે તેવામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને એકબીજાને છ વર્ષ સુધી ડેટિંગ કરી 2018માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની આ જોડી બોલીવુડની સુપરહિટ જોડી બની ચૂકી છે. રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના ચાહકો માટે એક ખુશખબરીની વાત એ છે કે 24 સપ્ટેમ્બર 2024 ની આસપાસ કપૂર ફેમિલીમાં હજુ એક નવો સભ્ય જોડાવા જઈ રહ્યો છે જેને લઇને સૌ ચાહકો ખૂબ જ ઉત્સુક છે. રણબીર કપૂર પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે આ પળ માટે ખૂબ જ ઉત્સુક છીએ આ પલ અમારા માટે ખૂબ જ અનમોલ છે. જેની અમે રાહ જોઈ રહ્યા છીએ. જામનગરમાં યોજાયેલ વેડિંગ ફંક્શનમાં પણ અનેક બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી હતી. તમામ બોલીવુડ સેલિબ્રિટીવ પ્રિ વેડિંગ ફંક્શનમાં ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. બોલીવુડ એ બાદ બોલીવુડ કિંગ ખાન શાહરુખ ખાન પણ જામનગરની ભૂમિમાં જોવા મળ્યા હતા.
તેમને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. શાહરુખ ખાન અને તેમના ચાહકો સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા. શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે તેમના ચાહકો ખૂબ જ ઉત્સુક હતા સાથે જ જામનગરમાં પણ શાહરુખ ખાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આબાદ બોલીવુડ અભિનેત્રી રાની મુખરજી તથા બોની કપૂર પણ જોવા મળ્યા હતા તેમના પણ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા હોવાથી ચાહકોનો જામનગર ખાતે મેળાવડો જોવા મળ્યો હતો. બોલીવુડના કિંગ શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા જેમાં તેમનો પુત્ર આર્યન દીકરી સુવાના અને ગૌરી ખાન સાથે નજરે પડ્યા હતા.
અંબાણી પરિવારે જામનગરને બોલીવુડ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી હોય તેઓ નજારો જામનગરમાં જોવા મળ્યો હતો. જામનગર આજકાલ બોલીવુડ હબ તરીકે જાણીતું થઈ ગયું છે. આ તમામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગ જોએ અનંત અંબાણી અને રાધિકા મરચા ને પોતાના આવનારા લગ્નજીવનની શુભકામના પાઠવી હતી તથા અંબાણી પરિવાર સાથે પણ મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી તથા જામનગર શહેરના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. આવનારા સમયમાં બોલીવુડના અનેક સેલિબ્રિટીઓ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.