રશિયન યુવતીને હરિયાણાના ગામડા ના યુવક પર આવ્યું દિલ પરદેશી પીઝા છોડી ચૂલા પર રોટલા બનાવતા શીખી રહી છે રશિયાની આ યુવતી
આપણા ભારત દેશમાં પ્રેમને એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે દરેક લોકો કોઈ ચોક્કસ ઉમરે પોતાના જીવન સાથે સાથે પ્રેમ કરી એક નવા જીવનની શરૂઆત કરતો હોય છે પરંતુ આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે તેને કોઈ સીમા કે મુશ્કેલી નડતી નથી પ્રેમને કોઈ જાતિ ધર્મ કે ઉચ્ચ નીચ હોતી નથી પ્રેમ તો માત્ર નજરોનો ખેલ હોય છે છેલ્લા ઘણા સમયથી એક દેશમાંથી બીજા દેશમાં સરહદ ઓળંગી અનેક પ્રેમની ઘટનાઓ બનતી હોય છે.

આવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના અનેક સમાચારો સોશિયલ મીડિયામાં ફરતા હોય છે તેને જોઈને કે સાંભળીને આપણે પણ ઘણીવાર વિચારમાં પડી જતા હોઈએ છીએ. આવી જ એક ઘટના ભારતના હરિયાણામાંથી સામે આવ્યું છે જેમાં હરિયાણામાં રહેતા એક યુવકે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ની મદદથી એક રશિયન યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એકબીજા સાથે વાત કર્યા બાદ બંને લોકોને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો આ જ પ્રેમ સંબંધને આગળ વધારવા માટે બંને લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું.
આજ ઉદ્દેશ્યથી રશિયનની આ યુવતી રશિયાથી ભારત આવી પહોંચી હતી. ત્યારબાદ જે થયું તે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. આ પ્રેમ કહાની ના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા. હરિયાણામાં નાનકડા એવા ગામમાં રહેતો આ યુવક ફેસબુકના માધ્યમથી રશિયાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ બંને લોકો એકબીજા સાથે વાતચીત કરી હતી અને એકબીજાના વિચાર મળતાની સાથે જ બંને લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું.
ત્યારબાદ રશિયાની યુવતીએ પોતાનું ઘર તથા પરિવાર છોડી ભારતમાં આવી પહોંચી હતી. રશિયાની આ યુવતી ને કોઈપણ દેશ વચ્ચેની સીમા નડી ન હતી. તે પોતાના પ્રેમ સુધી પહોંચવા માંગતી હતી તેથી જ તેણે આ પગલું ભર્યું હતું. ત્યારબાદ આ યુવતી યુવકના ગામ આવી પહોંચી હતી અને બંને લોકોએ ધામધૂમથી લગ્ન કરવાનું વિચાર્યું હતું. લગ્ન સંપૂર્ણ હિન્દુ રીતરિવાજ અનુસાર યોજવામાં આવ્યા હતા જેમાં બંને લોકોના પરિવારજનો તથા ગ્રામ વાસીઓ હાજર રહ્યા હતા.

લગ્ન કર્યા બાદ યુવતીએ તેના ગામમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ રશિયાની યુવતી ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હતી જ્યારે હરિયાણાના યુવક એક મધ્યમ અને ગામડામાં રહેનાર હતો પરંતુ બંનેના વિચારો મળતા આ કહાની પ્રેમ સંબંધમાં પરિવર્તન પામી હતી આ અનોખી પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે જેમાં અનેક લોકો લાયક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવી રહ્યા છે.
