|

વર્લ્ડ કપના માહોલ વચ્ચે સચિન તેંડુલકરના આ નજીકના વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક ચારે તરફ શોકની લાગણી-અંતિમ યાત્રામાં જોડાયા ક્રિકેટના અનેક ખેલાડીઓ

હાલ 20 વર્લ્ડ કપ નો માહોલ ચાલી રહ્યો છે પરંતુ આ વચ્ચે ક્રિકેટ જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેને લઇ સમગ્ર ક્રિકેટના ખેલાડીઓ શોક ની લાગણીમાં ગરકાવ થયા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ અમોલ નું 10 જૂનના રોજ હાર્ટ એટેકને કારણે દુખદ નિધન થયું છે. માહિતી અનુસાર તેઓ રાત્રે સુઈ ગયા બાદ સવારે અનેક પ્રયત્નો છતાં જાગ્યા ન હતા.તેઓ રવિવારે ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ઘરે જઈ સુઈ ગયા હતા અને સવારે જાગ્યા ન હતા.

આ સમાચાર સાંભળી ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો તેમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. 10 જૂનના રોજ તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ અંતિમયાત્રામાં ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન હજી કે રાહડે આ અંતિમયાત્રામાં ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રહાણે પણ પહોંચ્યા હતા.અમોલ એ ઓક્ટોબર 2022 માં 1983 ના વર્લ્ડ ચેમ્પિયન સંદીપ પાટીલ ને હરાવી એએમસીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમને એએમસી નું પદ ખૂબ જ સારી રીતે સંભાળ્યું હતું. આ કારણથી જ તેણે દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું.

આ પદ ઉપર રહી અનેક યોગ્ય અને શ્રેષ્ઠ નિર્ણયો પણ લીધા હતા જે ક્રિકેટ જગત માટે સારા સાબિત થયા હતા.અમોલ ઘણા વર્ષોથી મુંબઈમાં વસવાટ કરે છે.આ સાથે તેઓ અનેક નાના મોટા ધંધા સાથે સંકળાયેલ છે. આ સાથે તેઓ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ સાથે પણ જોડાયેલા હતા.

અમોલ કાલે ના કાર્યકાળ દરમ્યાન સચિન તેંડુલકરની સ્ટેડિયમમાં ભવ્ય પ્રતિમા લગાવવામાં આવી હતી. આ સમાચાર સાંભળી ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અનેક ક્રિકેટરોએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલમાં ચારે તરફ વર્લ્ડ કપ નો માહોલ ચાલી રહ્યો છે જેમા ટીમ ઇન્ડિયાએ પોતાની ત્રણ પ્રથમ મેચ જીતી કવોલીફાય થનારી ત્રીજી ટીમ બની હતી. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ પાકિસ્તાન અને યુએસએ સામે જીત મેળવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *