|

હિમાલય પર્વતમાં બરફની વચ્ચે કડકડતી ઠંડી માં સાધુ મહાત્માએ ધ્યાન ધરી એવું કઠોર તપ કર્યું કે જુઓ વાયરલ વિડિયો

હિમાલય પર્વત દરેક લોકો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક્ષા કારણ કે આ પર્વત પર અનેક લોકોની તપસ્યાનું તપ છુપાયેલું છે અહીં ભગવાનના ખૂબ નજીકથી દર્શન થાય છે અને સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ અનુભવ અહીં જોવા મળે છે. આ પર્વત દરેક સાધુ સંતો માટે તપસ્યા કરવાનું પવિત્ર સ્થાન છે હિમાલય પર્વતમાં દેવોના દેવ મહાદેવને ખુબ નજીકથી પામી શકાય છે. એટલે જ આજે હિમાલય પર્વત ને ખૂબ પવિત્રને ધાર્મિક માનવામાં આવે છે.

આ હિમાલય પર્વતમાં અનેક સાધુ સંતોએ તપ કરી પોતાની સિદ્ધિ અને ભગવાનને પ્રાપ્ત કર્યા છે તેથી હિમાલય પર્વતને સાધુ સંતોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ હિમાલય પર્વત પરથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક પવિત્ર સાધુ મહાત્મા હિમાલય પર્વતમાં હાડ થીજાવી દે તેવી ઠંડીમાં એક ચિત્તે ધ્યાન ધરી રહ્યા છે. વીડિયોમાં આસપાસના દ્રશ્યો માં જોવા મળી રહ્યું છે કે સમગ્ર હિમાલય પર્વત બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં બરફ બરફ ને બરફ જ દેખાઈ રહ્યો છે આવી ઠંડીમાં સાધુ મહાત્મા પોતાનું તપ કરી રહ્યા છે.

આપણે ઘણીવાર સાંભળ્યો છે કે ધ્યાનમાં એટલી શક્તિ છે કે કોઈપણ બ્રહ્મ તત્વને ખૂબ નજીકથી પામી શકાય છે. ધ્યાન એટલે માનવીના મનને શાંત કરવાનું એક ઉપાય ધ્યાન કરવાથી આત્મા અને પરમાત્મા સાથેનું મિલન થઈ શકે છે તેથી જ સાધુ સંતો ધ્યાન કરી ભગવાનની પ્રાપ્તિ કરતા હતા. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અનેક સાધુ સંતોએ કઠોર તપ અને તપસ્યા કરી ભગવાનને પામ્યા છે.

આજે ભારતીય સંસ્કૃતિમાં આવા સાધુ સંતો નું સ્થાન દરેક લોકોના હૃદયમાં વિશિષ્ટ છે. આવા દિવ્ય સાધુ સંતો ભગવાનની ભક્તિમાં લીન થઈ ઠંડી તડકો વરસાદ તમામને ભૂલી ભગવાનની ભક્તિમાં પોતાનું ધ્યાન ધરાવે છે અને અંતે તે ભગવાનની પ્રાપ્તિ કરે છે તેથી જ આરોગ્યમાં પણ ધ્યાન યોગા ને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે હાલમાં તો આ દિવ્ય સાધુ પરમાત્મા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા સાધુ મહાત્માના આશીર્વાદ અને પ્રણામ કર્યા હતા સાથે સાથે લોકોએ હર હર મહાદેવના નારા પર લગાવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *