સાળંગપુરના સાધુ સંતોએ યુકેના વડાપ્રધાન ઋષિ સુનકને આ વિશિષ્ટ કાર્યક્રમ માટે આપ્યુ આમંત્રણ, હનુમાનજીની પ્રતિમા આપી કર્યું સન્માન જુઓ વાયરલ તસવીરો
સમગ્ર ગુજરાતમાં હનુમાનજી મહારાજના અનેક મંદિરો આવેલા છે તેમાં પણ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક એવા સાળંગપુર ધામમાં ભગવાન શ્રી કષ્ટભંજન દેવ આજે પણ આવા ઘોર કળિયુગમાં હાજરાહજૂર બિરાજમાન રહી અનેક ભક્તોના દુઃખ દૂર કરે છે. આ મંદિરમાં દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.અને આશરે લાખોની સંખ્યામાં ભક્તો દાદા ના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે. આ મંદિરમાં સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ અનુભવ જોવા મળે છે અહીં હનુમાન જયંતી જેવા પ્રસંગોમાં ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
આ સાળંગપુર ધામ માં આવેલી કિંગ ઓફ સાળંગપુર ની મૂર્તિ દરેક ભક્તોની દાદા પ્રત્યેની આસ્થામાં વધારો કરે છે. આ સાથે સાથે દરેક ભક્તો માટે વિશાળ ભોજનાલયમાં પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દાદા ના દર્શને આવતા ભક્તો માટે રહેવાની અને સુવાની સગવડ કરવામાં આવેલી છે. આ મંદિરનું સંચાલન વડતાલ સ્વામિનારાયણ સંસ્થા કરી રહી છે અને હવે ટૂંક જ સમયમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે દેશ વિદેશમાં રહેતા હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મંદિર સાથે જોડાયેલા સાધુ સંતો પણ દેશ વિદેશમાં વિચરણ કરી લોકોને આમંત્રણ આપી રહ્યા છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદદાસજી, મુખ્ય કોઠારી શ્રી ડોક્ટર સંત સ્વામી, ચેરમેન શ્રી દેવ પ્રકાશ સ્વામી, પૂજ્ય માધવ પ્રિય સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી વગેરે સંતો અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે જર્મની જેવા દેશમાં તમામ લોકોને આ પ્રસંગ નિમિત્તે પધારવા માટે આમંત્રણ આપી રહ્યા છે.
23 6 2024 ને રવિવારના રોજ કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત સ્વામી અને પૂજ્ય માધવ પ્રિય સ્વામી યુકે ના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનક ને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રી શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે સંતો તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સભામાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા.
યુકેના પ્રથમ હિન્દૂ વડાપ્રધાન વિશે પોતાના અનુભવ જણાવતા કહ્યું કે અમને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળ્યા છે તેમનું અમને ખૂબ જ ગર્વ છે. તે અમારા માટે સતત કાર્યરત રહે છે તે અમારા સૌ માટે ખૂબ જ ગૌરવ ની વાત છે.ઋષિ સુનક એ પોતાના સ્વાગત સન્માન માટે તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.ભગવાન અને સંતોના આશીર્વાદ મળ્યા. આપ સહુનો સ્નેહ મળ્યો, મારો ઉછેર મંદિરના ઉષ્મા ભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે.. આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ખરેખર આટલા મોટા દેશના વડાપ્રધાન હોવા છતાં પણ પોતાના સંસ્કારોને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી આ વાત એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા. આજે ભલે તેઓ યુકેના વડાપ્રધાન રહ્યા પરંતુ ભારતીય લોકોના દિલમાં પણ તેમને વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.આજ ઇંગલેન્ડમા વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વ પૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક આઈકોન હોવા જોઈએ, એમ ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજી ની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ.
આજે દેશ વિદેશોમાં રહેતા ભારતીય લોકો પણ વિદેશમાં રહીને પણ પોતાનો સમય સેવા કાર્ય પાછળ પસાર કરે છે આ સાથે સાથે યુકેના વડાપ્રધાન ઋષિ સૂનક ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ કરવાનું અનુભવે છે અને હંમેશા તેમની સાથે જોડાયેલા રહે છે. હાલમાં તો તેમની સંતો સાથેની મુલાકાત ખૂબ જ અદભુત રહી હતી ને એક વિશિષ્ટ લાગણીનો અનુભવ કર્યો હતો. આ મુલાકાતમાં અનેક હરિભક્તો પણ હાજર રહ્યા હતા.