જાણો સૌરાષ્ટ્રના સંત શ્રી કાળુબાપુ વિશે કેટલીક વાતો, દર્શન માત્રથી અનુભવાય છે ધન્યતા
ગુજરાતમાં સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા બધા સાધુ સંતો થઈ ચૂક્યા છે અને આજે પણ આ ધરતી પર ઘણા બધા સાધુ સંતો વસવાટ કરી રહ્યા છે. તમે ઘણા સાધુ-સંતો વિશે સોશિયલ મીડિયા પર જોયું અને સાંભળ્યું હશે.
ત્યારે આજે આપણે પરમહિતકારી કાળુબાપુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આજે આપણે કાળુબાપુ વિશે કેટલીક વાતો કરવાના છીએ. જણાવી દઈએ કે, પરમ પૂજ્ય કાળુબાપુનું ધામ એટલે ભાવનગરના ઉમરાળા તાલુકાનું હડમતીયા ગામ.
આ ગામમાં કાળુ બાપુનો આશ્રમ આવેલો છે અને દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો કાળુબાપુના આશ્રમે દર્શન કરવા પણ આવે છે. જણાવી દઈએ કે, અહીં દર્શને આવતા તમામ ભક્તો કાળુ બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તમે સાંભળ્યું જ હશે કે, સતાધાર, પરબધામ, બગદાણા જેવા ધામમાં અન્ન ક્ષેત્ર ચાલી રહ્યા છે અને તેવી જ રીતે કાળુ બાપુના આશ્રમમાં પણ અન્નક્ષેત્ર ચાલે છે.
જણાવી દઈએ કે, કાળુબાપુના નેતૃત્વમાં અહીં ધાર્મિક પ્રસંગોની સાથે સાત દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે. કાળુ બાપુની વાત કરીએ તો તેઓ કંતાનના વસ્ત્રો પહેરે છે અને તેઓ હંમેશા મૌન જ રહે છે. એવું કહેવાય છે કે, કાળુ બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી. તેઓ મોટેભાગ દૂધ પીવે છે અને હંમેશા ધ્યાનમાં જ રહે છે.
આ ઉપરાંત, કાળુબાપુ દિવસમાં એક જ વાર પોતાના ધુણામાંથી બહાર આવે છે અને અહીં આવતા ભક્તોને દર્શન આપે છે. જો તમે પણ કાળુબાપુના આશ્રમે જશો તો તમને ત્યાં જઈને અલગ જ શાંતિનો અનુભવ થશે.