સાળંગપુર કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં 51 હજાર કિલો રંગથી તમામ ભક્તો રંગાયા હોળીના રંગમાં… એક લાખથી વધુ ભક્તોએ હોળી પર્વ નિમિત્તે દાદાના શરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ
સમગ્ર ભારતભરમાં હોળી ધુળેટી ની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જોકે ભારતની પ્રજા અને એથી વિશેષ ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજા પહેલેથી જ ઉત્સવ પ્રેમી રહી છે. તે દરેક ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે હાલમાં તો હોળી ધુળેટી ની ઉજવણી ગુજરાતના અનેક ધાર્મિક તીર્થ સ્થાનો પર ધામધૂમથી ઉજવવામાં આવી હતી. તેમાં પણ દરેક લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર એટલે સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં હોળી ધુળેટી નો અનોખો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ મંદિરમાં દર વર્ષે હોળી ધૂળેટીમાં તહેવાર ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે ઉજવવામાં આવે છે.
આ ઉજવણીમાં ભાગ લેવા માટે દૂર દૂરથી લોકો દાદાના દરબારમાં આવી હોળી ધુળેટીના તહેવારનો આનંદ માણે છે. હોળી ધુળેટી ના આ મહોત્સવમાં સાળંગપુર ધામમાં એક લાખથી વધારે ભક્તો હોળી ધુળેટીના રંગો સાથે નાસિક ઢોલના તાલે નાચ્યા હતા. પરમ પૂજ્ય શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામીજીની પ્રેરણાથી તથા પરમ પૂજ્ય કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી ધુળેટી ની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી તેમાં અનેક સ્વયંસેવકો એ પણ સેવા આપી દાદા પ્રત્યેની ભક્તિ અદા કરી હતી.
25 માર્ચ 2024 ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત સપ્ત ધનુષ્યના રંગની થીમ પર સાત કલરના 51,000 કિલો રંગ દ્વારા દિવ્ય રંગોત્સવની દાદા ના દરબારમાં અને દાદાના સંગે ઊજવણી કરવામાં આવી હતી.
આ સાથે સાથે હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે દાદાને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો દાદાના દર્શન કરવા માટે હોળી ધૂળેટીના પાવન પર્વ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દ્વારે પહોંચ્યા હતા. તમામ લોકોએ દાદાના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સવારે 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સાધુ-સંતો સહિત તમામ ભક્તોએ દાદાના દરબારમાં હોળીના રંગમાં રંગાયા હતા.
સાત પ્રકારના 51000 કિલો રંગ દ્વારા તમામ ભક્તોએ હોળી ધુળેટી નો લાભ લીધો હતો આ તમામ કલરો ઓર્ગેનિક ફેક્ટરી માંથી મંગાવવામાં આવ્યા હતા જેથી કરીને કોઈપણ ભક્તો ને કલરથી નુકસાન ના પહોંચી શકે. સાળંગપુર ગામ કષ્ટભંજન દાદાના દરબારમાં ઉજવાયેલી હોળી ધુળેટી ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી જય શ્રી રામ તથા જય શ્રી કષ્ટભંજન દેવના નારા લગાવી રહ્યા છે.