|

પગારખાની લારી ચલાવતા પિતાના દીકરાએ ધોરણ 12 માં 94% લાવી પિતાને ગર્વ અપાવ્યું, ગલી મોહલ્લામાં પગરખા વેચી પિતાને કરતો હતો મદદ જુઓ વિદ્યાર્થીની સંઘર્ષ કહાની

થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ઘણા વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મહેનત અને સંઘર્ષ કરી ઉત્તમ પરિણામ લાવવામાં સફળ રહ્યા છે. આ માહોલ વચ્ચે અનેક બાળકોને સફળતા પાછળની કહાની સામે આવી હતી. વડોદરા ના ખૂબ જ મધ્યમ પરિવાર માંથી આવતા જયદીપ અગરવાલ એ 12 કોમર્સમાં 94% મેળવી સફળતા મેળવી હતી.

જયદીપ અગ્રવાલ નો સમગ્ર પરિવાર એક રૂમ રસોડામાં રહે છે. જયદીપ ના પિતા ગુજરાન ચલાવવા માટે પગરખાની લારી ચલાવી રોજી રોટી મેળવે છે. જયદીપ નું આવું પરિણામ જોઈ તેમના પિતાની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. જયદીપ એ દરેક વિષયોમાં ખૂબ સારું પરિણામ મેળવ્યું છે સાથે સાથે એકાઉન્ટ અને બી.એ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.સ્ટેટ અને ઇકો વિષયમાં 100 માંથી 99 માર્ક્સ મેળવી ઉત્તમ પરિણામ લાવવામાં વડોદરાનો જયદીપ સફળ રહ્યો હતો.

જયદીપ એ 700 માંથી 668 માર્ક્સ મેળવ્યા છે. જયદીપ સમગ્ર સ્કૂલમાં પ્રથમ નંબરે આવ્યો હતો પરિવારના સગા સંબંધીઓ સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ જયદીપને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. જયદીપ એ પણ પોતાના માતા પિતા પરિવાર અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પરિણામ બાદ જયદીપ પોતાના અનુભવ જણાવતા કહે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે હાર ન માનવી જોઈએ. હું મારા પિતાને પગરખાને લારીમાં પણ મદદ કરતો અને સાથે મારા અભ્યાસ પર પણ પૂરતું ધ્યાન આપતો હતો.

જેને કારણે આજે હું પ્રથમ ક્રમાત લાવવામાં સફળ રહ્યો છું. સોશિયલ મીડિયામાં જયદીપની સંઘર્ષ કહાની ખૂબ વાયરલ થઈ હતી જેમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી જયદીપ ને સારા પરિણામ બદલ શુભકામનાઓ અને આશીર્વાદ પણ આપ્યા હતા સાથે સાથે પિતાની અને દીકરાની મહેનતના પણ મન ભરીને વખાણ કર્યા હતા. ધોરણ 10 અને 12 ના પરિણામ સાથે આવી અનેક સંઘર્ષ કહાનીઓ હાલમાં ચારેકોર ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *