Sanjay Dutt reached Bageshwar Dham
|

ફિલ્મના અભિનેતા સંજય દત્ત બાગેશ્વર ધામ પહોંચ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો બોલીવુડ ફિલ્મ ના સફળ અભિનેતા અને વિલન તરીકે પ્રખ્યાત થયેલા સંજય દત ને તો ઓળખતા જ હશો.તેમનો જન્મ 29 જુલાઈ 1959 નાં રોજ થયો હતો.સંજય દત્ત ફિલ્મ સાથે રાજકારણ માં પણ જોડાયેલા છે. સંજય દતે પ્રથમવાર 1981 ના વર્ષમાં ફિલ્મના અભિનયમાં એન્ટ્રી લીધી હતી. અત્યાર સુધી સંજય દતે દરેક ફિલ્મમાં વિલન,પોલીસ ઓફિસર,હીરો, સરકારી અધિકારી જેવા પાત્રોનો અભિનય કર્યો છે. પોતાની તમામ ફિલ્મોમાં સંજય દત્ત શ્રેષ્ઠ અભિનય કરી લોકોના દિલ જીતે છે. આ અભિનેતા ને ચારે તરફથી ચાહકોની પ્રશંસા મળે છે.

Sanjay Dutt reached Bageshwar Dham

સંજય દત્તને બે બહેનો નું નામ પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત છે.તેમને પોતાની પ્રથમ ફિલ્મ પહેલા જ સૌથી મોટા દુઃખ નો સામનો કરવો પડ્યો હતો.કારણ કે તેમની પ્રથમ ફિલ્મના ત્રણ દિવસ પહેલા તેમની માતાનું અવસાન થયું હતું. પરંતુ તેને છતાં પણ હાર ન માની અને સતત ફિલ્મમાં આગળ વધવાનું નક્કી કર્યું.આ બાદ 1982માં ગેરકાયદેસર ડ્રગ રાખવા બદલ તેને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેણે બે વર્ષ અમેરિકામાં વિતાવ્યા.

Sanjay Dutt reached Bageshwar Dham

અભિનેતા એ વર્ષ 1987માં રિચા શર્મા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.પરંતુ કમનસીબ એ પત્ની નું 1996માં મગજની ગાંઠને કારણે અવસાન થયું હતું.સંજય દત્ત એ ત્યારબાદ બીજા લગ્ન 1998માં મોડલ રિયા પિલ્લઈ સાથે થયા હતા. પરંતુ તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા સંજય દત્તના જીવનમાં અનેક મુશ્કેલી લેવા આવી છતાં પણ ફિલ્મમાં સતત આગળ વધી સફળ થયા હતા. આ કારણથી જ આજે સંજય દત્ત લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

Sanjay Dutt reached Bageshwar Dham

અભિનેતાએ હાલમાં બાઘેશ્વર ધામની મુલાકાત લીધી હતી જ્યાં તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા તેમની સાથે ઘણો ખરો સમય વિતાવ્યો હતો. અભિનેતાએ બાગેશ્વર ધામમાં પહોંચી ભગવાન બાલાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા મહાપૂજા અને મહાઆરતી નો લાભ લીધો હતો. આ મુલાકાત વખતે સંજય દત્ત બ્લુ કુર્તામાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા.

Sanjay Dutt reached Bageshwar Dham

સંજય દત્ત અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે હાલમાં તો તેઓ બાગેશ્વર ધામ જોવા મળ્યા હતા.જ્યાં થી તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકોએ કોમેન્ટ દ્વારા સંજય દત્તના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા.

Sanjay Dutt reached Bageshwar Dham

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *