આ મશહૂર સિંગરને લાખો સલામ: 3 હજાર બાળકોનો બચાવ્યો જીવ – સાત વર્ષની ઉંમરથી કરી રહી છે જરૂરિયાતમંદ બાળકોની મદદ
હાલના સમયમાં મનોરંજન જગતમાં અનેક કલાકારો પોતાનું મોટેભાગનો સમય સેવા કાર્ય પાછળ પસાર કરતા હોય છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. આ સેવા કાર્યોમાં સોનુ સુદ, અક્ષય કુમાર,જેકલીન જેવા ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળે છે. આ સારા કાર્યમાં હાલમાં સિંગર પલક મુચ્છલ પણ જોડાય ચૂકી છે.
સિંગર પલક ને સેવા કાર્ય ખૂબ જ પસંદ આવે છે તે પોતાનો મોટેભાગનો સમય જરૂરિયાતમંદની સેવા કરવા પાછળ જ પસાર કરતી હોય છે ત્યારે તેમને ફરીવાર ફંડ રેઝર દ્વારા 3000 હૃદય રોગથી પીડિત બાળકોની સારવાર કરાવી છે. આ સેવાકાર્ય નો વિડીયો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. આ વિડીયો જોતા ની સાથે જ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા અને સિંગરના મન ભરીને વખાણ કર્યા હતા.
પલક બોલીવુડની અનેક સુપરહિટ ફિલ્મમાં સોંગ ગાય ચુકી છે. તમામ લોકોને તેનો અવાજ ખૂબ જ પસંદ આવે છે બાળપણથી જ પલક સંગીતમાં ખૂબ જ રસ ધરાવતી હતી આ કારણથી તેણે સંગીત ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું. સંગીત સાથે સાથે તે સેવા કાર્યમાં પણ હંમેશા આગળ રહે છે અત્યાર સુધી તેને 3000 બાળકોની જિંદગી બચાવી છે અને તેમને નવું જીવન આપ્યું છે.
માત્ર એક બે બાળકોથી શરૂ કરી આજે આ સિંગર 3000 બાળકોની સેવા કરવામાં સફળ રહી હતી. આપને જાણીને નવાઈ લાગશે કે પલક માત્ર સાત વર્ષની ઉંમરથી જ સેવા કાર્ય સાથે જોડાયેલી છે આ વાતની ચારેકોર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ને માત્ર એટલું જ નહીં પરંતુ તેમનું નામ ગ્રીનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યું છે જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે.
પલક સેવા કાર્ય સાથે પોતાનો અનુભવ જણાવતા કહે છે કે જ્યારે મેં આ મિશન શરૂ કર્યું ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. તે એક નાની શરૂઆત હતી જે હવે ધીરે ધીરે મોટી થઈ રહી છે. હવે આ મારા જીવનનું સૌથી મોટું મિશન બની ગયુ છે. મારી પાસે હજુ પણ 413 બાળકો વેઇટિંગ લિસ્ટમાં છે. હું જે પણ કોન્સર્ટ કરુ છુ તેમાં આવેલ પૈસાથી આ બાળકોને મદદ કરુ છુ.પલક પોતાની આવકનો મોટેભાગે નો હિસ્સો સેવા કાર્ય પાછળ ખર્ચ કરે છે સાથે સાથે તેણે પોતાનું સમગ્ર જીવન ગરીબ બાળકોને સેવા કરવા માટે સમર્પિત કરી દીધું છે.