સમગ્ર દેશ દુનિયામાં સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાએ પોતાના સમગ્ર પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી, મુકેશ અંબાણીએ સુરત શહેરના કર્યા ખૂબ જ વખાણ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અને રાધિકાના લગ્નમાં દેશ વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લગ્નમાં સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા એ પોતાના સમગ્ર પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી જેની તસવીરો સવજીભાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. સવજીભાઈ ધોળકિયા નો સમગ્ર પરિવાર અંબાણી પરિવાર સાથે ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે તથા તેમના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહેતા હોય છે.
સવજીભાઈ ધોળકિયાએ આજે પોતાના સંઘર્ષ અને મહેનત થકી હીરા ઉદ્યોગને એક અલગ જ દિશા આપી છે માત્ર એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સુરત શહેરમાં વિકસેલા હીરા ઉદ્યોગને એક અલગ ઓળખ અને નામના ઉભી કરવામાં પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે. સાથે જ તેઓ પોતાની કંપનીમાં જોડાયેલા કર્મચારીઓને પોતાના પરિવારના સભ્યો જ માને છે આ કારણથી જ સવજીભાઈ આજે માત્ર સુરતવાસીઓના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. આટલા મોટા પદ પર રહી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હોવા છતાં પણ હંમેશા સાદગી સરળ અને દયાળુ સ્વભાવ સાથે સવજીભાઈ હંમેશા લોકોની વચ્ચે જોવા મળે છે આ કારણથી જ તેઓ આજે સફળતાના તમામ શિખરો વિશ્વ ક્ષેત્રે પ્રાપ્ત કરી રહ્યા છે.
અંબાણી પરિવાર દ્વારા સવજીભાઇ ધોળકિયા તથા તેમના સમગ્ર પરિવારનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તસવીરો શેર કરતા સવજીભાઈ ધોળકિયા એ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે પ્રિય અનંત અને રાધિકા તમારા સુંદર લગ્ન પર અભિનંદન! આખી વિધિ જાણે સપનામાં આવી ગઈ. તમારા પ્રેમની ઉજવણીમાં વિશ્વભરની શક્તિશાળી વ્યક્તિઓને એકત્ર થતી જોવી એ ખરેખર આશ્ચર્યજનક હતું. લગ્ન પહેલાનો પ્રસંગ હોય કે લગ્નના દિવસે જ અંબાણી પરિવારની મહેમાનગતિ પણ અજોડ હતી, મુકેશભાઈ અને નીતાબેન દરેકને અંગત રીતે મળ્યા અને તે અનુભવને ખરેખર અવિસ્મરણીય બનાવી દીધો. અમે પ્રેરણાદાયી લોકો અને શક્તિશાળી વ્યક્તિત્વો સાથે સામાજિકતામાં ઘણો સારો સમય પસાર કર્યો. તે જીવનમાં એક વખતની ઘટના હતી, અને હું તેનો ભાગ બનવા માટે અતિ ભાગ્યશાળી અનુભવું છું! સર્વશક્તિમાન તમને જીવનના બીજા અધ્યાયમાં વધુ આશીર્વાદ આપે કે તમે એક સાથે સાહસ કરવા જઈ રહ્યા છો! તમને બંનેને જીવનભર પ્રેમ, સુખ અને સાથની શુભેચ્છા.
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સવજીભાઈ પોતાની પત્ની, ભાઈ, તેમની પુત્રવધૂઓ અને દીકરા અને દીકરીઓ સાથે અંબાણી પરિવાર સાથે ફોટો ક્લિક કરાવતા જોવા મળ્યા હતા આ સમય દરમિયાન બંને પરિવારોના મિલન વચ્ચેની પળો ખૂબ જ યાદગાર બની રહી હતી. સામાન્ય વ્યક્તિથી આજે સવજીભાઈ ધોળકિયા દેશ દુનિયામાં હીરા ઉદ્યોગ ક્ષેત્ર સાથે ખૂબ જ યાદગાર લોકોની વચ્ચે બની ગયા છે.
તેઓએ અંબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપી સમગ્ર ગુજરાત અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોને ગર્વ અપાવ્યું છે આ કારણથી જ સવજીભાઈ ધોળકિયા કહી શકાય કે સાચા રત્નકલાકાર તરીકેની લોકો વચ્ચે વિશિષ્ટ નામના ઉભી કરી છે.