|

અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેવા પ્રકારની સુરક્ષા કરવામાં આવી છે જાણો સંપૂર્ણ વિગત

આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભવ્યથી અતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા દેશ વિદેશથી મહેમાનો આવવાના છે ત્યારે તેને સુરક્ષાને લઈને અનેક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય કે કોઈ પણ ઘટનાનો પણ કોઈ લોકો ભોગ ના બને તે માટે ડ્રોન વિરોધી સુવિધા પણ કરવામાં આવી છે અને અયોધ્યાના કેમ્પસને ડ્રોનથી સુરક્ષિત કરવામાં આવશે તથા તેનું ધ્યાન રાખવામાં આવશે. તેની સાથે સાથે દરેક વસ્તુ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે અને તમામ વસ્તુની તપાસ થશે.

જેથી કરીને કોઈ વ્યક્તિ અયોધ્યાની અંદર શિક્ષણ હથિયારો ના લઈ જઈ શકે, વાહન વ્યવહારમાં પણ કોઈને તકલીફ ના પડે તે માટે પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પાર્કિંગ માટે અનેક સ્વયંસેવકોને પણ રાખવામાં આવ્યા છે. સ્વયંસેવકોના સૂચન પ્રમાણે જ તમામ લોકો પાર્કિંગ કરી શકશે આ સાથે 10,000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા અયોધ્યામાં થતી ગતિવિધિઓ પર ધ્યાન રાખશે સીસીટીવી કેમેરા નું સંચાલન એક ખાસ ટીમ દ્વારા કરવામાં આવશે. જેથી કરીને દરેક ખૂણે સુધી સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખી શકાય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મજબૂત સુરક્ષા રાખવામાં આવી છે.

આ સાથે જ અધ્યતન ટેકનોલોજીનો પણ પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક મુસાફરો પ્રવાસીઓ ભક્તો પર ખાસ નજર રાખવામાં આવશે. તેની સાથે સાથે અમુક પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં પણ તેના જ કરવામાં આવશે જેથી કરીને તેઓને પણ તાલીમ આપી શકાય આ સાથે 90 દિવસની રેકોર્ડિંગ ક્ષમતા સાથેનું યંત્ર પણ મૂકવામાં આવશે. જેથી માત્ર લોકોના વિડિયો જ નહીં પરંતુ અવાજ પણ રેકોર્ડ કરી શકાય આ તમામ ગતિવિધિઓના વિડીયો કેમેરા તથા રેકોર્ડિંગ યંત્ર માં કેપ્ચર કરી શકાશે સુરક્ષા વ્યવસ્થા ની ટીમ કહી રહી છે કે અમે તમામ પ્રકારની વ્યવસ્થા કરી લીધી છે અને આવનારી 22 જાન્યુઆરી 2024 ના થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમે તૈયાર છીએ.

કોઈપણ જાતની અવ્યવસ્થા કે ઘટનાના બને તે માટે અમે પૂરતી તૈયારી કરી છે અમે આ તમામ વસ્તુઓની ધ્યાન રાખતા રહીશું અને લોકોને અપગ્રેડ પણ કરતા રહીશું તેઓએ પણ કહ્યું કે અમે અયોધ્યા તરફ આવતા તમામ મુખ્ય રસ્તાઓને ગ્રીન કોરિડોરમાં રૂપાંતરિત કરી દીધા છે. જેથી કરીને કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યાના સર્જાય કારણ કે આટલા મોટા મહોત્સવમાં લોકો દેશ વિદેશ જાવાના છે ત્યારે ટ્રાફિક સમસ્યા હોવી એ સામાન્ય છે પરંતુ આટલા બધા વ્યક્તિ હોવા છતાં પણ કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યાના નહીં સર્જાય તેવો વ્યવસ્થાની ટીમ કહી રહી છે.

18 જાન્યુઆરીથી ભારે ટ્રાફિક જામ જોવા મળી શકે છે. આ માટે જ ટ્રાફિક એડવાઈઝરી તથા ટ્રાફિકને લઈને અનેક નીતિ નિયમો અયોધ્યામાં અમલ કરવામાં આવ્યા છે. પોલીસની સાથે સાથે ટ્રાફિક બ્રિગેડના પોલીસો પણ હાજર રહેશે કોઈપણ જાતની પરિવહન વ્યવસ્થામાં મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેશન ઉપર પણ જીઆરપી અને આરપીએફની ટીમો પણ તેના જ રહેશે યુપી પોલીસ બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન તથા અન્ય સ્થળો પર ખાસ નજર રાખશે અને સીસીટીવી કેમેરા દ્વારા તમામ જગ્યા નું નિયંત્રણ પણ રાખશે સેટેલાઈટ રેલવે સ્ટેશન ઉપર ગોઠવવી દેવામાં આવી છે.

આ સાથે જ 200 સરકારી રેલવે પોલીસ કર્મચારીઓ અને 400 રેલવેસ્ટ પ્રોટેક્શન ફોર્સની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાઓ મૂર્તિ પ્રતિષ્ઠા ના 100 દિવસ પહેલા આયોજન કરી દેવામાં આવ્યો હતો. તેથી કહી શકાય કે આવનારી 22 જાન્યુઆરી 2024 મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ પ્રકારની સુરક્ષાનો ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *