જુઓ રાજાશાહી જેવા લગ્ન, વરપક્ષોએ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા, આહીર સમાજ દ્વારા પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા – જુઓ તસવીર
દરેક કપલ એક અલગ લગ્ન કરવાનું સપનું હોઈ છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ગીરસોમનાથમાં આહીર સમાજના યુવા નેતા નાથુભાઈ સોલંકીના પુત્રો ચેતન અને શૈલેષ માટે તેમના લગ્ન હતા. બંને વરરાજાઓ હેલિકોપ્ટરમાં તેમના લગ્ન માં એન્ટ્રી મારી, તેમના મહેમાનોને દ્રશ્ય જોઈ ને મોતિયા મરી ગયા.

ગીર સોમનાથના વેરાવળ પંથકમાં શાહી લગ્ન સમારોહ યોજાયો હતો. આ એક ભવ્ય ઉજવણી હતી. જે આહીર સમાજ ની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને દેખાય રહી હતી. બંને વરરાજાના પરિવારો અને મિત્રો તેમના જીવનની આ ઐતિહાસિક સાક્ષી બનવા માટે ભેગા છે.

જયારે ગીર સોમનાથમાં હેલિકોપ્ટર સવારી પ્રથમ હતી, અને તેમાં જોડેલ દરેક વ્યક્તિ માટે તે એક મોજ જોવા મળી હતી. વરરાજા વેરાવળ તાલુકામાંથી ઉપડ્યા અને તાલાલા તાલુકામાં ઉતર્યા, જ્યાં તેઓએ માંડવેની સફર ચાલુ રાખી. ગામની ઉપરથી હેલિકોપ્ટરને ઉડતું જોવું એ એક આકર્ષક દૃશ્ય હતું, અને મહેમાનો જ્યારે તે ઉતર્યા ત્યારે ઉત્સાહિત હતા.

અજોઠા ગામમાં રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં વર-કન્યા જોરદાર સ્ટાઈલમાં આવી પહોંચ્યા હતા. મંગલ લગ્નમાં આહીર સમાજના પરિવારોએ પરંપરાગત પોશાક પહેરીને પેહર્યો હતો. ગમન સાંથલ, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા અને નારાયણ ઠાકર જેવા પ્રખ્યાત કલાકારો સાથે રાસ-ગરબા પ્રોગ્રામ હતો.

ચેતન અને શૈલેષના લગ્ન જીવનમાં ખુબ સુંદર અનુભવ હતો, પ્રેમ અને પરંપરાની ઉજવણી કરી હતી અને આહીર સમુદાયની સંસ્કૃતિનો અખંડ જાગતી રાખી હતી. તે એક અલગ રાજાશાહી લગન જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
